જ્યોતિષ શાસ્ત્ર

પૂજા દરમિયાન શ્રીફળ વધેરતા ખરાબ નીકળે તો ભગવાન આપે છે આ સંકેત: તમને પણ નહિ ખબર હોય

આપણે ઘણીવાર પૂજા દરમિયાન કે કોઈ માનતા દરમિયાન અવાર-નવાર ભગવાનના મંદિરે અથવાતો પોતાના ઘરે પણ શ્રીફળ વધેરતા હોઈએ છીએ, આપણા પૂર્વજો શ્રીફળ વધેરવાની ઘટનાને અલગ અલગ તર્ક આપે છે જેમ કે શ્રીફળ વધેરરીએ તારે તે ઉભું તૂટે તો તેને શુભ માનવામાં આવે છે. આવો જ એક બીજો તર્ક પણ છે. ઘણીવાર શ્રીફળ વધેર્યાં બાદ ખબર પડે છે કે શ્રીફળ તો ખરાબ છે. પરંતુ આ ખરાબ શ્રીફળ નીકળવા પાછળ પણ એક સંકેત છે જે આજે અમે તમને જણાવીશું.

Image Source

ઘણા લોકોને મનમાં એવો ડર રહે છે કે શ્રીફળ ખરાબ નીકળવાના કારણે તેમની મનોકામના અધૂરી રહી ગઈ હશે, પરંતુ ખરાબ શ્રીફળ નીકળવાથી ડરવાની કોઈ જરૂર નથી. આ ઘણું જ શુભ છે. અને ખરાબ શ્રીફળ નીકળવાથી ડરવાના બદલે ખુશ થવું જોઈએ કારણે કે આ ઈશ્વરનો જ એક સંકેત છે.

Image Source

શસ્ત્રોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ખરાબ નારિયેળ નીકળવું એ ખુબ જ શુભ છે. પૂજામાં ચઢાવામા આવેલા શ્રીફ્ળનું ખરાબ નીકળવાનો મતલબ એ નથી કે તમારી સાથે કઈ અશુભ થવાનું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન આ સંકેત આપે છે કે તેમને તમારી પૂજાનો સ્વીકાર કરી લીધો છે.

Image Source

વિધ્નોનું પણ માનવું છે કે નારિયેળ ખરાબ નીકળે એનો અર્થ છે કે જીએ કોઈ મનોકામના માટે પૂજા કરવામાં આવી છે તે જરૂર પૂર્ણ થઇ ગઈ છે. જો નારિયેળ સારું નીકળે છે તો તેને બધાની વચ્ચે વહેંચી દેવું જોઈએ. જેટલા વધુ લોકો સાથે તમે એ પ્રસાદ વહેંચશો એટલું જ વધુ શુભ થશે.

Image Source

ભક્ત અને ભગવાન વચ્ચે ભાવનાનો સંબંધ હોય છે. એટલા માટે જો નારિયેળ ખરાબ પણ નીકળે તો ભક્તોએ વિશ્વાસ રાખવો જોઈએ કે ઈશ્વર હંમેશા તેમનું સારું જ ઈચ્છે છે.