Backstreet Boys ના લાઇવ કોન્સર્ટમાં બોલીવુડની રૂપાળી હસીનાઓનો જોવા મળ્યો ગ્લેમરસ અવતાર, મલાઇકાના હોટ અંદાજ પર ભારે પડ્યો શ્રદ્ધાનો કેઝ્યુઅલ લુક

Bollywood Celebs At Backstreet Boys Live Concert: ફેમસ બેન્ડ બેકસ્ટ્રીટ બોયઝ (Backstreet Boys) આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. આ બેન્ડ મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં લાઈવ કોન્સર્ટ કરી રહ્યું છે. ગઈકાલે રાત્રે મુંબઈમાં BKC ખાતે પ્રખ્યાત બેન્ડ બેકસ્ટ્રીટ બોયઝના લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં શ્રદ્ધા કપૂરથી (Shraddha Kapoor) લઈને અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) અને વરુણ શર્મા (Varun Sharma) પણ પહોંચ્યા હતા.

હવે આ ઇવેન્ટના બોલિવૂડ સ્ટાર્સની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં સ્ટાર્સ પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ઈવેન્ટમાં ગ્લેમર ઉમેરતા જોવા મળે છે. આ ઈવેન્ટમાં એક્ટ્રેસ મલાઈકા અરોરા બ્લેક બોડી હગિંગ આઉટફિટમાં પહોંચી હતી. આ સિવાય તેણે બ્લેક બૂટ પણ પહેર્યા હતા.

આ આઉટફિટમાં મલાઈકા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. BKC બાંદ્રામાં આયોજિત આ લાઈવ કોન્સર્ટમાં મલાઈકા અરોરા ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી હતી. આ કોન્સર્ટમાં અભિનેત્રીએ પોતાના લુકથી તમામ લાઈમલાઈટ લૂંટી લીધી હતી. આ લાઈવ કોન્સર્ટમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો લુક જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

અભિનેત્રીએ હેર કટ કરાવ્યા છે અને આને કારણે શ્રદ્ધાનો લુક ખૂબ જ અલગ દેખાઈ રહ્યો હતો. શ્રદ્ધાએ આ લાઇવ કોન્સર્ટ દરમિયાન કેઝ્યુઅલ લુક પસંદ કર્યો હતો જે ખૂબ જ મસ્ત લાગી રહ્યો હતો, અભિનેત્રી હુમા કુરેશીએ પણ બેકસ્ટ્રીટ બોયઝના લાઈવ કોન્સર્ટમાં હાજરી આપી હતી. મુંબઈમાં આયોજિત આ લાઈવ કોન્સર્ટમાં અભિનેત્રી યુલિયા વંતુર પણ જોવા મળી હતી.

તેણે બ્લેક વન પીસ સાથે ડેનિમ જેકેટ પહેર્યું હતુ. આ ઉપરાંત વરુણ ધવનની પત્ની નતાશા, જેકલીન ફર્નાંડિસ, અભિનેતા વરુણ શર્મા, સલમાન ખાનની બહેન અર્પિતા ખાન, ટિકટોક સ્ટાર ફૈઝુ સહિત અનેક સેલેબ્સે કોન્સર્ટમાં હાજરી આપી હતી. ત્યારે આ કોન્સર્ટનો એક વીડિયો સામે આવ્યા બાદ અમેરિકન ગાયક, ડાંસર અને ‘બેકસ્ટ્રીટ બોયઝ’ ગ્રુપનો સભ્ય મેકલિન વિવાદોમાં સપડાયો.

એલેક્ઝાન્ડર જેમ્સ મેકલીન ઉર્ફે એજે મેકલીન ભીડ પર અન્ડરગાર્મેન્ટ ફેંકતો જોવા મળ્યો. આ જોઈને ટ્વિટર પર ગૉસિપ તેજ થઈ ગઈ. કેટલાકે તેને કોસ્યો તો કેટલાકે તેની મજાક ઉડાવી. બેકસ્ટ્રીટ બોયઝ ગ્રુપ ગયા અઠવાડિયે જ મુંબઈ આવ્યું હતું. દેશમાં પહેલીવાર તેમનો કોન્સર્ટ યોજાયો. ગ્રુપમાં નિક કાર્ટર, હોવી ડોરો, એજે મેકલીન, બ્રાયન લિટરેલ અને કેવિન રિચાર્ડસનનો સમાવેશ થાય છે. જ્યારે તેમનું પ્રદર્શન સ્ટેજ પર થયું ત્યારે ભારે ભીડ જોવા મળી હતી.

ચાહકો પાગલ થઈ ગયા અને તેઓએ શોની ભરપુર મજા માણી હતી. એજે મેકલીનનો કોન્સર્ટ જોવા બોલિવૂડના લોકો પણ પહોંચ્યા હતા. જ્યાં બેકસ્ટ્રીટ બોયઝ એક બોક્સમાં કપડા બદલતા જોવા મળ્યા તો આ દરમિયાન એજે મેકલીન સ્ટેજના એક છેડે આવે છે અને આ દરમિયાન તેના હાથમાં અન્ડરવેર હતું. જ્યારે ચાહકો તેના આઇકોનિક ગીતને સાંભળીને દિવાના થઇ ગયા હતા. તો તે દરમિયાન સિંગરે પોતાનું અન્ડરવેર ભીડ તરફ ફેંક્યું. તે ભીડને ટીઝ કરતો જોવા મળ્યો.

Shah Jina