ફિલ્મી દુનિયા

એક,બે,પાંચ,દસ નહિ પણ અધધ લોકોના સંપર્કમાં આવ્યા હતા બચ્ચનનો પરિવાર, જાણો વિગત

કોરોના વાયરસ વાયરસની ઝપેટે દરરોજ હજારો લોકો ચડે છે. સામાન્ય નાગરિકથી લઈને સિતારાઓ પણ કોરોનાની ઝપેટે ચડ્યા છે. કોરોનાની ઝપેટે શહેનશાહ અમિતાભ બચ્ચનનો પરિવાર પણ ચડ્યો છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફેન્સ અને દર્શકોમાં ચિંતાની લાગણી છવાઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

બચ્ચન પરિવારમાં કોરોનાની ઝપેટે આવતા પરિવારના સંપર્કમાં આવેલા લોકો કોરોના ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર,બીએમસીએ બચ્ચન પરિવારમાં કામ કરનાર 54 લોકોનું લિસ્ટ કાઢ્યું છે. જેનો ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે જેમાંથી 28 લોકોના સેમ્પલમાં લીધા છે. આજે તે લોકોના રિપોર્ટ આવવાની સંભાવના છે.

 

View this post on Instagram

 

💖My Sunshine Forever☀️🌈✨ 💖LOVE YOU ❤️

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

જણાવી દઈએ કે, સદીના શહેનશાહ છેલ્લા ઘણા સમયથી જનતા કોરોના વાયરસને લઈને જાગૃતિ ફેલાવી રહયા હતા. પરંતુ ખુદ શનિવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા. બચ્ચન પરિવારમાં કોરોના પોઝિટિવ આવતા તેના ફેન્સ તેને સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

🌈✨💕🤗

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

બચ્ચન પરિવારમાં કોરોના પગપેસારો કરતા તેના 4 બંગલા સીલ કરવામાં આવ્યા છે. BMCની ટીમે અમિતાભના જુહુ સ્થિતિ જલસા બંગાલાને સેનિટાઈઝ કરવા માટે પહોંચી. અમિતાભના આ જ વિસ્તારમાં આવેલા પ્રતીક્ષા અને જનલ બંગલાને પણ સેનિટાઈઝ કરાયા છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.