બી ટાઉનનો બચ્ચન પરિવાર પૂરી દુનિયામાં પોતાના શાહી રૂતબા અને પરંપરાઓ માટે મશહૂર છે. જયારે પણ બચ્ચન પરિવારની વહુ-દીકરીઓ કોઇના લગ્ન કે કોઇ ફંક્શનમાં સામેલ તાય છે તો બધાની નજર તેમના લુક્સ અને જ્વેલરી પણ અટકી જાય છે. એશ્વર્યા-શ્વેતાથી લઇને જયા બચ્ચનના મહેફિલમાં પહોંચવાની લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. આજે અમે તમને બચ્ચન પરિવારની બેશકિંમતી જ્વેલરી કલેક્શનની ઝલક બતાવવા જઇ રહ્યા છીએ.
વિશ્વ સુંદરી અને બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચનની ખૂબસુરતી સામે તો ઘરેણાની ચમક પણ ફીક્કી પડી જાય છે પરંતુ એશ્વર્યાને જ્વેલરી ઘણી પસંદ છે અને તે હંમેશા પોતાના ટ્રેડિશનલ લુક્સ સાથે એકથી એક ચડિયાતી જ્વેલરી કેરી કરે છે. મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીના લગ્નમાં જયારે એશ્વર્યા સુર્ખ સિલ્ક સાથે મોટો ચોકર સેટ અને કાનમાં ગોળ ઝુમકા પહેરી પહોંચી તો પૂરી મહેફિલની નજર તેના પર થમી ગઇ હતી.
એશ્વર્યા રાય પ્રસંગ અનુસાર અને તેના આઉટફિટ્સ અનુસાર જ્વેલરી સિલેક્ટ કરે છે. કુંદનનો સેટ બ્યુટી ક્વીન પર ઘણો સારો લાગે છે.આ સાથે જ એશ્વર્યાના પહેલાના કાન્સ લુકની વાત કરીએ તો, તેણે યલો રંગની સાજી સાથે સોનાની ખૂબસુરત જ્વેલરી કેરી કરી હતી. એશ્વર્યાનો આ લુક જેણે પણ જોયો તે જોતા જ રહી ગયા.
માત્ર ઐશ્વર્યા જ નહીં પરંતુ જયા બચ્ચન, પુત્રી શ્વેતા બચ્ચન અને તેની પુત્રી નવ્યા નવેલી નંદા લગભગ દરેકને જ્વેલરી પહેરવાનો ખૂબ શોખ છે. તેમની તસવીર જોયા બાદ સ્પષ્ટ થાય છે કે બચ્ચન પરિવારે તેમની કમાણીનો મોટો હિસ્સો જ્વેલરી ખરીદવામાં લગાવ્યો છે. શ્વેતા બચ્ચન તેના લગ્નમાં ઝવેરાતથી લદાયેલી જોવા મળી હતી.
તમને જણાવી દઈએ કે શ્વેતા બચ્ચને બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા છે.દરેક ફંક્શન માટે તૈયાર થયા બાદ જયા અને શ્વેતા તસવીરો ક્લિક કરે છે અને આ તસવીરો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરે છે.આવુ ભાગ્યે જ જોવા મળે છે કે શ્વેતા બચ્ચન કોઇ પણ જ્વેલરી રિપીટ કરે છે.