કોરોનાએ કહેર મચાવ્યો છે. લોકડાઉનને કારણે ભારતભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકો 3થી 4 મહિના સુધી ઘરમાં બંધ રહ્યા હતા. લોકડાઉન પૂરું થતા જ થોડી છૂટછાટ મળી હતી. સામાન્ય નાગરિકથી લઈને બૉલીવુડ સેલિબ્રિટી ઘરેથી બહાર નીકળવા લાગ્યા છે.

આજકાલ ઘણા સેલેબ્સ માલદીવમાં નજરે આવી રહ્યા છે. આ વચ્ચે બચ્ચન પરિવારની જૂની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જે યુરોપ ટુરની છે.

વાયરલ થયેલી તસ્વીરમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચન નજરે આવી રહ્યા છે. જણાવી દઈએ કે, બચ્ચન પરિવાર થોડા વર્ષ પહેલા વેકેશન પર યુરોપ ફરવા ગયું હતું.

સામે આવેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન એકબીજા સાથે હાથ પકડેલા નજરે ચડે છે. આ દરમિયાન ઐશ્વર્યાએ પ્રિન્ટેડ ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસ પહેર્યો છે. તેના વાળ ખુલા છે. સાથે ગોગલ્સ પણ પહેર્યા છે.

આ તસ્વીરમાં આરાધ્યાને છોડીને અમિતાભ, જયા, અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચન નજરે આવી રહ્યા છે.

યુરોપ ટુરમાં ઐશ્વર્યા રાય સાથે સાસુ જયા બચ્ચન અને સસરા અમિતાભ બચ્ચન અને પતિ અભિષેક બચ્ચન આઉટિંગમમાં નજરે ચડે છે. અન્ય એક તસ્વીરમાં ઐશ્વર્યા સાસુ જયા બચ્ચન સાથે ચર્ચા કરતી નજરે ચડે છે. તો સસરા અમિતાભ બચ્ચન પર કંઈક સમજાવતા નજરે ચડે છે. જણાવી દઈએ કે, આ વર્ષ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. થોડા સમય પહેલા જયા બચ્ચનને છોડીને અમિતાભ,ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યા કોરોના ની ઝપેટે આવી ગયા હતા.