અત્યારે આખા દેશમાં ગણેશ મહોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં લાલબાગના રાજાના ગણેશજી ખૂબ જ પ્રખ્યાત છે, જેમાં દર્શન માટે દેશના ખૂણેખૂણેથી ભક્તો આવે છે ત્યારે આ ગણેશજીના ભક્ત બોલીવૂડના સિતારાઓ પણ છે અને મોટા મોટા બિઝનેસમેન પણ છે. ગણેશ ઉત્સવ દરમ્યાન બોલિવૂડ, ખેલ જગત, રાજનીતિ સાથે જોડાયેલા મોટા-મોટા દિગ્જ્જો પણ ગણેશજીના આશીર્વાદ લેવા માટે લાલબાગ આવે છે.
બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ પોતાના પરિવાર સાથે દર્શને પહોંચ્યા હતા અને આખો અંબાણી પરિવાર પણ લાલબાગના રાજાના ગણેશજીના દર્શને પહોંચ્યા હતા.

બચ્ચન અને અંબાણી પરિવાર એક સાથે લાલબાગના રાજાની પૂજા કરતા જોવા મળ્યા હતા, જે સમયની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં બંને પરિવાર ભગવાન ગણેશ સામે પ્રાર્થના કરતા દેખાઈ રહયા છે.

આ સમયે અમિતાભ બચ્ચન અને તેમનો દીકરો અભિષેક બચ્ચન એકસાથે જોવા મળ્યા પણ આ દરમ્યાન ઐશ્વર્યા જોવા મળી નહિ. આ સમયે અમિતાભ અને અભિષેક બંને ટ્રેડિશનલ પરિધાનમાં જોવા મળ્યા હતા.

બચ્ચન પરિવારની બાજુમાં મુકેશ અંબાણી, આકાશ અંબાણી, અનંત અંબાણી, શ્લોકા મહેતા પણ જોવા મળ્યા. અંબાણી પરિવાર સાથે અનંત અંબાણીની મિત્ર રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી હતી.

આ પહેલા મુકેશ અંબાણીની ઘર એન્ટિલિયામાં પણ ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આ અવસર પર એન્ટિલિયાને દુલ્હનની જેમાં સજાવવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થી પર અંબાણી પરિવારે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડ, ક્રિકેટ અને રાજનીતિની હસ્તીઓ સામેલ થઇ હતી.

આ પ્રસંગે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પોતાની દીકરી ઈશા અંબાણી સાથે જોવા મળી હતી. સાથે જ તેમને પોતાના નાના દીકરા અનંત અંબાણીની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે પણ તસ્વીરો ક્લિક કરાવી હતી. બધાએ જ ટ્રેડિશનલ પોશાક પહેર્યો હતો.
મુકેશ અંબાણીના ઘરે એન્ટિલિયામાં દર વર્ષે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાણી પરિવારે ભવ્યતાથી ઉજવણી કરી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks