અફઘાનિસ્તાનમાં છે આવો ગંદો કુરિવાજ, પૈસાદાર મર્દો નાના છોકરાઓ સાથે કરે છે ‘ગંદુ’ કામ- જાણીને ધ્રુજી જશો
તાલિબાને અફઘાનિસ્તાનને પોતાને કબ્જામાં લઇ લીધુ છે. એરપોર્ટથી લઇને રસ્તાઓ સુધી તાલિબાનનો કબ્જો છે. આ સમયે તાલિબાનનો અફઘાનિસ્તાન પર કબ્જો પૂરી દુનિયામાં ચર્ચા અને ચિંતાનો વિષય બનેલો છે. જયાં તાલિબાનનો અફઘાનિસ્તાર પર કબ્જો થતા જ લોકોમાં ડર અને અસુરક્ષા જેવી ભાવનાઓ જાગવા લાગી છે કારણ કે આવનારા સમયમાં તાલિબાનના કટ્ટર કાનૂનોને કારણે તેમના ભવિષ્ય પર પણ સંકટ ગહેરાવવા લાગ્યુ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
કહેવામાં આવી રહ્યુ છે કે, તાલિબાનના આવવાથી અફઘાનની તસવીર બદલાઇ જશે અને આનાથી મહિલાઓની પૂરી રીતે આઝાદી છીનવાઇ જશે. પરંતુ એવું નથી કે તાલિબાનના આવવાથી જ અફઘાનિસ્તાનમાં કેટલીક ખોટી પરંપરાઓનો જન્મ થશે, જયારે કેટલીક વસ્તુઓ પહેલાથી જ અફઘાનિસ્તાનમાં છે, તેમાંથી એક છે “બચ્ચા બાજી”.
આનો વિરોધ પૂરી દુનિયામાં થતો રહ્યો છે પરંતુ 21મી સદીમાં પણ આ જારી છે. તો ચાલો જાણીએ કે, આખરે આ કુપ્રથા છે શુ અને કેવી રીતે આમાં ફસાઇ જાય છે નાના બાળકો. બચ્ચા બાજી એક એવી કુપ્રથા છે, જેમાં રસૂખદાર લોકો દ્વારા 10 વર્ષની ઉંમર આસપાસના છોકરાઓને પાર્ટીઓમાં ડાંસ કરાવવામાં આવે છે. એટલું જ નહિ. તેમને છોકરીઓના કપડા પહેરાવવામાં આવે છે અને છોકરીઓની જેમ મેકઅપ પણ કરવામાં આવે છે. આ વિશે કહેવામાં આવે છે કે, તે બાદ નાના છોકરાઓ સાથે પુરુષો દ્વારા યૌન શોષણ અને રેપ પણ કરવામાં આવે છે.
આ પ્રથામાં મહિલાઓ સાથે ઘણા દુર્વ્યવહાર પણ થતા હતા, જેને કારણે તેની આલોચના થતી રહેતી હોય છે. કેટલાક બાળકો લોકોના ચંગુલથી બહાર પણ આવ્યા છે અને તેમણે તેમનું દર્દ સંભળાવ્યુ છે. આમ તો જયાં એકબાજુ અફઘાનિસ્તાનમાં સમલૈંગિકતાને ગૈર-ઇસ્લામિક અને અનૈતિક માનવામાં આવે છે ત્યાં આ પ્રથા ઘણી સામાન્ય છે, જે પ્રથામાં બાળકો સાથે દુષ્કર્મ કરવામાં આવે છે. આ પ્રથા પર એક ડોક્યુમેન્ટ્રી પણ બની છે. જેનું નામ છે “ધ ડાંસિંગ બોયઝ ઓફ અફઘાનિસ્તાન”. જે વર્ષ 2010માં બની હતી. જેને અફઘાન પત્રકાર નજીબુલ્લાહ કુરૈશી દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી.
અફઘાનિસ્તાનમાં આ પ્રથાને અવૈદ્ય માનવામાં આવે છે પરંતુ આ બચ્ચા બાજી સાથે સંબંધિત ગતિવિધિઓમાં રસૂખદાર અને સશસ્ત્ર પુરુષોનો હાથ હોવાને કારણે કદાચ આ કાનૂની પૂરી રીતે કયારેય લાગુ થયા નથી. આ જ કારણ છે કે આ પ્રથાના અવૈદ્ય હોવા અને આંતરરાષ્ટ્રીય ચિંતા છત્તાં પણ આના પર રોક લગાવવામાં આવી શકી નથી.