“લાડુ માગતો એટલે લટકાવી દો, વેબસિરીઝ જોતો એટલે લટકાવી દો. આવી લાંબી દલીલ કરીને વધુ માર્ક્સ મેળવવાનો પ્રયાસ કરાયો છે. ફેનીલનાં વકીલની દલીલો સાંભળીને લોહી ઉકળી ઉઠશે

હત્યારા ફેનીલનાં વકીલે કહ્યું હું બે હાથ જોડીને કહું છું કે ઓછામાં ઓછી સજા કરો, ક્રિમિનલોની સંગતમાં ફરતો હોય એવો આ છોકરો નથી, જુઓ આગળ

સુરતના પાસોદરામાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની તેની જ સોસાયટીની બહાર તેના જ ભાઈ અને માતાની આંખો સામે ફેનિલ ગોયાણી નામના નરાધમે ગળું કાપી અને હત્યા કરી નાખી હતી, જેના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને ગણતરીના સમયમાં જ તેના વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી અને કોર્ટમાં રજૂ કર્યો હતો.

કોર્ટમાં આ કેસની ડે ટુ ડે સુનાવણી ચાલી હતી, જેના બાદ કોર્ટમાં બંને પક્ષે પોતાની દલીલો પણ રજૂ કરી હતી અને તેના બાદ કોર્ટે ફેનિલ ગોયાણીને કસૂરવાર ઠેરવ્યો હતો જેના બાદ ગત 22 એપ્રિલના રોજ પણ બંને પક્ષના વકીલો દ્વારા દલીલો કરવામાં આવી હતી અને હવે આજે 5 મેના રોજ કોર્ટ આરોપીને સજા સંભળાવશે.

કોર્ટમાં ગત 22 એપ્રિલના રોજ કરવામાં આવેલી દલીલોમાં જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે અમારો કેસ માત્ર વીડિયો ઉપર આધારિત નથી. આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને તેને ગણતરી પૂર્વક જ હત્યા કરી હતી. તેને ઓનલાઇન ચપ્પુ ખરીદવા માટે ઓર્ડર આપ્યો હતો અને તે કેન્સલ થતા તેને મોલમાંથી ચપ્પુ ખરીદ્યુ હતું, બીજું ચપ્પુ તે મિત્ર પાસેથી લાવ્યો હતો.

સરકારી વકીલ દ્વારા એવી પણ દલીલ કરવામાં આવી હતી કે બનાવ પહેલાં ક્રિષ્ના સાથે તેણે ઇન્સ્ટાગ્રામ પર વાત કરી હતી, જેમાં પણ તે ગ્રીષ્માની હત્યા કરવાનો હોય એવું માલૂમ પડે છે. દરેક વાલિયો વાલ્મીકિ બની શકતો નથી. ભય વિના પ્રિત ન થાય. આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે છે. માત્ર ગ્રીષ્માની જ હત્યા નહીં, કાકા અને ભાઈ ધ્રુવની પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો.

તો આ દરમિયાન બચાવ પક્ષના વકીલે પણ પોતાની દલીલો રજૂ કરી હતી, તેમને જણવ્યું હતું કે, “લાડુ માગતો એટલે લટકાવી દો, વેબસિરીઝ જોતો એટલે લટકાવી દો. આવી લાંબી દલીલ કરીને વધુ માર્ક્સ મેળવવાનો પ્રયાસ કરાયો છે. જેને ચાલવાનું ભાન ન હોય તે લાડું કેવી રીતે માંગી શકે ? અને ઇનોવા ચોરીમાં ક્યાં એ આરોપી પુરવાર થયો છે. એને પસ્તાવો નથી એવું કેવી રીતે માની લીધું. તે કોની સામે પસ્તાવો વ્યક્ત કરી શકે ?

તેમને આગળ એવી પણ દલીલો કરી હતી કે, “તેને છરીના ઘામાં સહાનુભૂતિ નથી મેળવી જે ઘા તેને હાથ ઉપર માર્યા છે તેમાં નસો કપાઈ ગઈ હતી. લિમિટ બહારનું રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. આને જો સજા નહીં થાય તો સમાજમાં કોઈ સ્ત્રી સુરક્ષિત રહેશે નહી? કેવી રીતે કહેવામાં આવ્યું. કાયદા કડક કરવાનાં સજા વધારવાના આ ફક્ત પોલિટિક્સ કમ્પઝેશન છે.

આરોપીના વકીલ ઝમીર શેખે એવી પણ દલીલ કરી હતી કે, “જ્યાં કેપિટલ પનિસમેન્ટ છે ત્યાં ગુનાખોરી ઘટી જતી નથી. વાલિયો વાલ્મીકિ બનશે તેવું તો એને છૂટો મુકો તો જ ખબર પડશે. આ કોઈ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ નથી. ક્રિમિનલોની સંગતમાં ફરતો હોય એવો આ છોકરો નથી. હું બે હાથ જોડીને કહું છું કે ઓછામાં ઓછી સજા કરો. આ કંઈ બહાર આવીને ખૂંખાર આરોપી બની જવાનો નથી.

Niraj Patel