ટીવીની નાગિનના નામથી ફેમસ અનિતા હસનંદાની જલ્દી જ માતા બનશે. પ્રોડ્યુસર એકતા કપૂરએ તેના નજીકના મિત્ર અને એક્ટ્રેસ અનિતા હસનંદાનીએ હાલમાં જ એક શાનદાર રીતે બેબી શાવરની પાર્ટી રાખી હતી. બેબી શાવરની રસમમાં અનિતા 7 મહિનાની બેબી બંપ સાથે પતિ રોહિત શેટ્ટી સાથે પહોંચી હતી. આ ખાસ દિવસે અનિતા પીળા કલરનું ગાઉન પહેર્યું હતું. અનિતાના ફેસ પર પ્રેગનેંન્સી ગ્લો તેના ચહેરા પર સાફ નજરે આવ્યો હતો. આટલું જ નહીં અનિતાએ પતિ સાથે રોમેન્ટિક પોઝ પણ આપ્યા હતા.
View this post on Instagram
આ ફંક્શનમાં એકતા કપૂર સહીત ઘણા ટીવી સ્ટાર પહોંચ્યા હતા. ફંક્શન સાથે જોડાયેલી ઘણી તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જણાવી દઈએ કે, અનિતાએ ઓક્ટોબરમાં પ્રેગનેન્સીની વાત જાહેર કરી હતી.અનિતા અને રોહિતે એક વિડીયો શેર કરીને ક્રિએટિવ રીતે ખુશખબરીની ઘોષણા કરી હતી.
View this post on Instagram
અનિતાના ગોદ ભરાઈના ફંક્શનમાં કરિશ્મા તન્ના, એકતા કપૂર, ક્રિસ્ટલ ડિસુઝા, અદિતિ ભાટિયા, કરણ પટેલ, અંકિતા ભાર્ગવ, ઉર્વશી સહીત ઘણા સ્ટાર હાજર રહ્યા હતા. અનિતાએ તેના બેબી શાવરની ઘણી તસ્વીર અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
View this post on Instagram
અનિતાએ બેબી શાવરની તસ્વીર શેર કરી કેપ્સનમાં લખ્યું હતું કે, થેંક્યુ સો મચ અમને હોસ્ટ કરવા માટે. @tanusridgupta @ektarkapoorને પણ આ પોસ્ટમાં ટેગ કર્યા હતા. બેબી શાવરની બધી તસ્વીરમાં અનિતાનો લુક જોવાલાયક છે.
View this post on Instagram
અનિતાએ ખુદે પણ એક વિડીયો શેર કર્યો છે જેમાં તે કહેતી નજરે ચડે ચડે છે કે, ઈમાનદારીથી કહું તો આ ભગવાનની જ યોજના હતી અને આ બિલકુલ સમય છે. અમે 10 વર્ષથી એકબીજાને ઓળખીએ છે. 7 વર્ષ અમારા લગ્નને થઇ ગયા છે તેથી અમે બાળક માટે બિલકુલ તૈયાર છે. અમે વિચારીને રાખ્યું હતું અને સપનું સાચું થવા જઈ રહ્યું છે.
View this post on Instagram
કરિશ્મા તન્નાએ પણ બેબી શાવરની ઘણી તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, સૌથી લવલી કપલને ઘણી બધી શુભેચ્છા. તમારા બાળકને ઘણો બધો પ્રેમ. ક્રિસ્ટલ ડિસુઝાએ અનિતા અને રોહિતની એક તસ્વીર શેર કરીને લખ્યું હતું કે, બેબી રેડ્ડીનું સ્વાગત કરવા માટે અમે બધા તૈયાર છે.
View this post on Instagram
અનિતાએ બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે ગોવામાં લગ્ન કર્યાં હતા. બંનેની લવસ્ટોરી ઘણી દિલચસ્પ છે. બન્નેનની પહેલી મુલાકાત જીમમાં થઇ હતી. આ બાદ બંને જીમમાં મળતા હતા. પરંતુ ક્યારે પણ બંનેની વાતચીત થઇ ના હતી. આ દરમિયાન રોહિતને અનિતાથી પ્રેમ થઇ ગયો હતો.
View this post on Instagram
થોડા સમય બાદ રોહિતેએ અનિતાને એક પબની બહાર કારની રાહ જોતી ઉભી હોય તુરંત જ પ્રપોઝ કરી દીધું હતું જેને લઈને અનિતા હેરાન થઇ ગઈ હતી. રોહિત જાણતો ના હતો કે અનિતા જાણીતી ટીવી એક્ટ્રેસ છે. આ બાદ બંને મિત્રો બની ગયા હતા અને બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. જલ્દી જ અનિતા અને રોહિતે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.
View this post on Instagram
જણાવી દઈએ કે, અનિતા 39 વર્ષની છે અને અત્યાર સુધી ઘણી ટીવી સીરિયલમાં કામ કરીને અલગ ઓળખ બનાવી છે. અનિતાએ કભી સૌતન કભી સહેલી, યે હૈ મોહબ્બતે, નાગીન-3, કાવ્યાંજલિ, ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી, કસમ સે જેવી ટીવી સીરિયલમાં કામ કરી ચુકી છે.