તબાહી વચ્ચે ચમત્કાર ! તુર્કીમાં ભૂકંપના કાટમાળ નીચેથી 128 કલાક બાદ જીવિત નીકળ્યુ બે મહિનાનું બાળક, મુસ્કાન પર હાસી બેસસો દિલ- જુઓ વીડિયો

ચમત્કાર નહિ તો બીજુ શું ! તુર્કીમાં 2 મહિનાનું બાળક 128 કલાક બાદ પણ ભૂકંપના કાટમાળ નીચેથી જીવિત બહાર નીકળ્યુ, તસવીરો અને વીડિયો વાયરલ

તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીના રોજ આવેલ ભયંકર ભૂકંપે હજારો જીવન તબાહ કરી નાખ્યા. હજી પણ લોકો રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા છે. આ વચ્ચે સારી ખબર એ છે કે ખંડર બની ચૂકેલી ઇમારતોના કાટમાળ નીચેથી અત્યારે પણ ચમત્કારિક રીતે બાળકોના રેસ્કયુ થયા છે.

આવો જ એક ચમત્કાર તુર્કીના અંતાક્યામાં ત્યારે થયો જ્યારે લગભગ 128 કલાક બાદ એક કાટમાળ નીચે ફસાયેલ બે મહિનાના બાળકને જીવિત નીકાળવામાં આવ્યું. રેસ્ક્યુ કર્યા બાદ બાળકને તરત હોસ્પિટલ લઇ જવામાં આવ્યુ. સોશિયલ મીડિયા પર આ વિનાશકારી ભૂકંપના અનેક વીડિયો અને તસવીરો સામે આવી હતી.

જેમાં ચારે બાજુ કાટમાળ વિખેરાયેલો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર ધૂળ અને ગંદગીથી ઠંકાયેલ તસવીરો અને વીડિયોનું પૂર આવ્યુ હતુ. પણ આ બધા વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો જેણે બધાનો દિવસ બનાવી દીધો. એક બે મહિનાનું ક્યુટ બાળક કે જેને 128 કલાક બાદ કાટમાળ નીચેથી જીવિત બહાર નીકાળવામાં આવ્યુ તેને ડોક્ટરની તપાસ અને નવડાવ્યા બાદ ખાવાનું ખવડાવવામાં આવ્યુ.

સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવતા જ વાયરલ થઇ ગયો અને આ વીડિયોએ સો.મીડિયા પર ધૂમ મચાવી દીધી. વીડિયોમાં નાનકડુ અને પ્રેમાળ બાળક ખિલખિલાઇ હસતુ જોવા મળી રહ્યુ છે, આ ઉપરાંત તેની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ રહી છે. આ બાળકનો ચહેરો અને તેની માસૂમિયત જોઇ લોકોની આંખમાંથી આંસુ આવી રહ્યા છે.

Shah Jina