બકરીના બચ્ચા અને વાંદરાના બચ્ચાની આવી ભાઈબંધી ક્યારેય નહિ જોઈ હોય, જુઓ કેવા સેતુર ખાવા માટે દોડતા દોડતા આવ્યા

સોશિયલ મીડિયામાં પ્રાણીઓને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા પ્રાણીઓની ક્યુટનેસ લોકોનું દિલ પણ જીતી લેતી હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વાંદરાનું બચ્ચું બકરી સાથે વીંટળાયેલું જોવા મળી રહ્યું છે. વીડિયોમાં બકરી અને વાંદરાનું બચ્ચું એક વ્યક્તિ પાસે સેતુર ખાવા માટે દોડતા આવે છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોતાની મુઠ્ઠીમાં સેતુર લઈને ઉભો છે અને તે બકરીના બચ્ચાને બોલાવે છે. તેનો અવાજ સાંભળી અને બકરી જંગલમાંથી નીકળી અને દોડતી દોડતી તે વ્યક્તિની પાસે આવે છે. બકરીના નજીક આવવા ઉપર જોવા મળે છે કે તેના ગળા આગળ એક વાંદરાનું ક્યૂટ બચ્ચું પણ વીંટળાયેલું છે.

બકરીના બચ્ચાને નજીક આવતા તે વ્યક્તિ મુઠ્ઠીમાં રહેલા સેતુર બકરીના બચ્ચાને આપે છે અને બકરીનું બચ્ચું પણ તેને ફટાફટ ખાવા લાગે છે. વાંદરાનું બચ્ચું પણ આ જોઈ રહે છે અને સેતુર લેવામાં તે થોડો સંદેહ કરે છે, પરંતુ થોડી વારમાં જ તે પણ તેના હાથથી તે માણસની હથેળીમાં રહેલા સેતુર ખાવા લાગી જાય છે. અને થોડીવાર પછી તે ખુબ જ આરામથી બકરીના બચ્ચાની પીઠ ઉપર બેસી જાય છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, વાયરલ વીડિયોને જોઈને ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે, લાખો લોકોએ આ વીડિયોને અત્યાર સુધી નિહાળી લીધો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને કહી રહ્યા છે કે આ વીડિયોએ અમારો દિવસ બનાવી દીધો, તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે બકરીના બચ્ચા અને વાંદરાના બચ્ચાની આવી મિત્રતા અમે પહેલીવાર જોઈ.

Niraj Patel