જોનસન એન્ડ જોનસનના બેબી પાવડર વાપરતા હોવ તો સાવધાન…નહિ તો બાળકની હાલત

બ્રિટનની અગ્રણી હેલ્થકેર કંપની જોન્સન એન્ડ જોન્સનના બેબી પાવડરના વેચાણ પર આખી દુનિયામાં પ્રતિબંધ લાગી શકે છે. કંપનીએ 2020 માં યુએસ અને કેનેડામાં તેનું વેચાણ પહેલેથી જ બંધ કરી દીધું છે.ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસનનો બેબી પાઉડર એક સમયે નાના બાળકો અને મહિલાઓમાં ખૂબ જ લોકપ્રિય હતો. પરંતુ તેનાથી કેન્સર થયાનું સામે આવ્યા બાદ હવે આખી દુનિયામાં તેના પર પ્રતિબંધ લાગી શકે છે. યુકેમાં કંપનીના શેરધારકો પાવડરના વેચાણ પર વૈશ્વિક પ્રતિબંધની દરખાસ્ત કરવા માટે ભેગા થયા છે. નોંધનીય છે કે આ પાવડરના કારણે જોનસન એન્ડ જોનસન પર મહિલાઓને કેન્સર થવાના 34 હજાર કેસ ચાલી રહ્યા છે.

યુ.એસ.માં આ પાવડરમાં એક પ્રકારનું એસ્બેસ્ટોસ, ક્રેસોટાઈલ ફાઈબર મળી આવ્યું હતું, જે પછી તેનાથી કેન્સરની શંકા હતી, આ તત્વને કાર્સિનોજેનિક માનવામાં આવે છે. હજારો મહિલાઓએ ગર્ભાશયના કેન્સરને કારણે પાવડર સામે દાવો માંડ્યો હતો. તેના પર કંપનીએ વેચાણ ઘટવાના બહાને 2020માં યુએસ અને કેનેડામાં બેબી પાઉડરનું વેચાણ બંધ કરી દીધું હતું. પરંતુ આજે પણ બ્રિટન સહિત વિશ્વના અન્ય દેશોમાં તેનું વેચાણ થઈ રહ્યું છે. હવે યુકેમાં રોકાણ પ્લેટફોર્મ TulipShare એ કંપનીના શેરધારકો વતી વેચાણ રોકવા માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

શેરધારકો ઓફર માટે જરૂરી સંખ્યામાં શેર એકત્રિત કરવા માટે તેમના શેર એકસાથે ભેગા કરી રહ્યા છે. આ પ્રસ્તાવ યુએસ સ્ટોક માર્કેટ રેગ્યુલેટરી એજન્સી SECને મોકલવામાં આવ્યો છે. કંપનીની એપ્રિલમાં વાર્ષિક મીટિંગ છે, જ્યાં આ પ્રસ્તાવ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુ.એસ.માં, મિઝોરીની અદાલતે કેન્સરથી પીડિત મહિલાઓની 22 અરજીઓમાં જોન્સન એન્ડ જોન્સન વિરુદ્ધ ચુકાદો આપ્યો. આમાં કંપનીએ વળતર અને મુકદ્દમા ખર્ચ તરીકે $200 મિલિયન (લગભગ 15 હજાર કરોડ રૂપિયા) આપ્યા. ભવિષ્યમાં આવું વળતર ચૂકવવું ન પડે તે માટે, તેણે તેની પાવડર ઉત્પાદન શાખાને એક અલગ કંપની બનાવી અને બાદમાં વિવાદાસ્પદ રીતે તેને નાદાર જાહેર કરી.

Shah Jina