ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

પુરી દુનિયા જાણશે આ નાની બાળકીની માસુમ કહાની, દુનિયાભરના ડોક્ટર કરશે સ્ટડી

તાજેતરમાં દરિયાગંજ થી એક એવી ઘટના સામે આવી છે જેને દરેક કોઈને હેરાનીમા મૂકી દીધા છે. આ સિવાય આ ઘટના દરેક માતા-પિતા માટે પ્રેરણા સમાન પણ છે. નાની બાળકીની આ કહાની સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે અને દરેક કોઈ આ બાળકીનો ઈલાજ કરનારા ડોકટરના પણ ખુબ વખાણ કરી રહ્યા છે. વાત કંઈક એવી છે કે દરિયાગંજ નિવાસી ફરીન બે અઠવાડિયા પહેલા પોતાની 11 મહિનાની દીકરી જકિરાને લઈને લોકનાયક હોસ્પિટલ પહોંચી હતી. પગમાં ફ્રેક્ચર થઇ જવાને લીધે દર્દથી બાળકી ખુબ રોઈ રહી હતી, ડોક્ટર કે તેની માં પણ જકિરાને નિયંત્રણ લાવી શકે તેમ ન હતા.

Image Source

આખરે તેની માં એ ડોક્ટરને તેની સાથે ઢીંગલી રાખવાનો સુજાવ આપ્યો. આ તે ઢીંગલી હતી જે દરેક સમયે જકિરાની સાથે રહેતી હતી અને જકિરા આ ઢીંગલી સાથે ખુબ રમતી હતી અને પોતાની મિત્ર સમજતી હતી. એવામાં પોતાની જ ઢીંગલીને હોસ્પિટલમાં જોઈને જકિરા શાંત થઇ ગઈ અને ખુશ થઇ ગઈ.

પણ જકિરા પગમાં પાટો બાંધવા માટે તૈયાર ન હતી એવામાં તે સમયે ડોકટરના મનમાં વિચાર આવ્યો કે ઢીંગલીને પણ પગમાં પાટો બાંધીને જકીરાની સાથે જ રાખવામાં આવે. પોતાની હાલત જેવી જ પોતાની ઢીંગલીની હાલત જોઈને જકિરા ખુબ ખુશ થઇ ગઈ અને હોસ્પિટલના બેડ પર ઢીંગલી સાથે સૂતી રહી. આ બધું જોઈને ત્યાં હાજર લોકો હેરાન રહી ગયા હતા પણ ડોક્ટર બાળ મનોવિજ્ઞાન વિશે બધું જાણતા હતા કે આવા કેસમાં બાળકો સાથે કેવો વ્યવહાર કરવો.

હોસ્પિટલના હાડકાના નિષ્ણાંત ડોકટરના આધારે કોઈપણ પ્રકારની ઇજા થવા પર માસુમ બાળકો એવી પરિસ્થિતિમાં હોય છે કે તેઓ પોતાની ભાવનાઓ પણ વ્યક્ત કરી શકતા ન હોય. આવી સ્થિતિમાં બાળ મનોવિજ્ઞાન ઘણી હદ સુધી કામમાં આવે છે. આવું પુરી દુનિયામાં ઘણા રિસર્ચમાં સાબિત પણ થયેલું છે. જો કે આ બાળકી જેવા કેસ કદાચ જ જોવા મળતા હોય છે માટે હવે મેડિકલ સાઇન્સમાં હવે આ કેસને ‘બેબી જકિરા’ના નામથી જાણવામાં આવશે.

Image Source

ડોકટરે આ કેસને એક અધ્યયના રૂપમાં આપવાની અને દુનિયાભરના મંચ પર લઇ જવાની પણ તૈયારી કરી છે. દુનિયાભરમાં બાળ રોગથી જોડાયેલા વિશેશજ્ઞ એક મંચ પર આવીને અદ્દભુત કેસને દર્શાવે છે એવામાં ભારતના તરફથી બેબી જકિરા કેસને એક અધ્યયનના રૂપમાં રાખવામાં આવશે. તેના સિવાય મેડિકલના વિદ્યાર્થીઓ માટે પણ પ્રેક્ટિકલ જ્ઞાનમાં આ કેસને રાખવામાં આવશે, જેથી બાળકોના ઇલાજને સહેલું બનાવી શકાય.

જકિરાને સમજણ પૂર્વક નિયંત્રણમાં લાવવાની આ યુક્તિ કરનાર ડોકટરના પુરા દેશમાં વખાણ થઇ રહ્યા છે. ફેસબુક, ટ્વીટર, વોટસએપ જેવા સોશિયલ માધ્યમાં માં ડોકટરના ખુબ વખાણ થઇ રહ્યા છે.

આ ઘટના પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પોતાની ખુશી વ્યક્ત કરી છે. અરવિંદજીએ કહ્યું કે આપણા ડોક્ટરોના તરફથી ખુબ જ સુખદ અનુભવ કરનારી ખબર મળી છે. વાસ્તવમાં ડોક્ટર જનસ્વાસ્થ્ય સિસ્ટમનો પાયો છે. સામાન્ય લોકોની સેવા કરનારા આવા ડોક્ટરોને સલામ”.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks