ભલાઈનો જમાનો જ ના રહ્યો, આ ટેણીયાએ નાની બાળકીને રડતી જોઈને ચોકલેટ ખવડાવી પણ બાળકીએ કર્યું એવું કે… જુઓ ફની વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ અસંખ્ય વીડિયો વાયરલ થતા હોય છે અને લોકો આવા વાયરલ વીડિયોને જોવાનું પણ ખુબ જ પસંદ કરતા હોય છે, ઘણીવાર વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ સામે આવે છે કે તેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ, તો ઘણા વીડિયો પેટ પકડીને હસાવે તેવા પણ હોય છે. લોકોને નાના બાળકોના વીડિયો પણ જોવાના ખુબ જ પસંદ હોય છે અને તેમાં પણ તેમની ક્યુટનેસ અને મસ્તી ભરેલો અંદાજ જોનારાને વધારે પસંદ આવે છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં એક બાળક ચોકલેટ ટેસ્ટ કરાવીને રસ્તા પર રડતી બીજી છોકરીને ચુપ કરી દે છે, પછી બાળકી આખી ચોકલેટ મોંમાં ભરીને ભાગી જાય છે. બાળક પહેલા તેની પાછળ આવે છે અને પછી પોતે જ રડવા લાગે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળકી રોડ કિનારે બેસીને રડી રહી છે અને દૂરથી એક બાળક આવતી દેખાય છે. બાળકના હાથમાં સફેદ ચોકલેટ પણ છે. બાળકીને રડતી જોઈને બાળક પહેલા તેને ચૂપ કરવાનો પ્રયાસ કરે છે. જેના બાદ પણ બાળકી ચૂપ ના થતા તે બાળક પોતાના હાથમાં રહેલી ચોકલેટ બાળકીના મોઢામાં નાખી દે છે. પરંતુ બાળકી ચોકલેટને ચાખવાના બદલે આખી જ ચોકલેટ ખાઈને ભાગી જાય છે, જેના બાદ બાળક રડવા લાગે છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર થઈ રહેલા આ વીડિયોને જોઈને જે કોઈ પણ હસશે. આ વીડિયો earth.brains પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને મોટી સંખ્યામાં લોકોએ જોયો અને લાઈક કર્યો છે. આ સિવાય ઘણા પેજ પરથી વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. લોકો ઢગલાબંધ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel