મનોરંજન

બાલિકા વધુની અભિનેત્રી સ્મૃતિ ખન્નાના ઘરે આવ્યું નાનું મહેમાન, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તસવીર

તૈમુરને ટક્કર મારે એવું બેબી છે, જુઓ તસ્વીરો

દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ફિલ્મ અને ટીવી જગતના અભિનેતા અને અભિનેત્રીઓ પણ હાલમાં ઘરે જ બેઠા છે, અને તમેન ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા તે જોડાઈ પણ રહ્યા છે. આ બધા વચ્ચે જ ટીવી જગતની ખ્યાતનામ અભિનેત્રી સ્મૃતિ ખન્ના દ્વારા ચાહકો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. સ્મૃતિએ 15 એપ્રિલના રોજ એક દીકરીને જન્મ આપ્યો છે. અને તેનો ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

પોતાની દીકરી સાથે પહેલી તસવીર શેર કરતાં સ્મૃતિએ લખ્યું છે કે: “મેરી રાજકુમારી આવી ગઈ 15 એપ્રિલે” સ્મૃતિએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કાર્ય બાદ ઘણા ટીવી અભિનેતાઓ અને અભિનેત્રીઓએ સ્મૃતિને શુભકામનાઓ આપી છે.

સ્મૃતિ પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન પોતાના ઘણા ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કાર્ય હતા, સ્મૃતિએ પોતાના પતિ ગૌતમ ગુપ્તાને ખાસ અંદાજમાં જન્મ દિવસની શુભકમાંનો પણ આપી હતી. તેને લખ્યું હતું કે: “તમારા જન્મદિવસની ભેટ આવવામાં થોડું મોડું થઇ રહ્યું છે, પરંતુ હવે તે ગમે ત્યારે આવી શકે છે.

સ્મૃતિ ઘણી હિંદી ધારાવાહિકમાં નજર આવી છે જેમાં “મેરી આશિકી તુમસે”, “બાલીકાવધૂ” કસમ તેરે પ્યારકી” અને “ઇસ પ્યાર કો ક્યાં નામ દુ” જેવી ઘણી ધારાવાહિકોમાં જોવા મળી છે.

ટીવી સિરિયલ ‘બાલિકા વધુ’ અને ‘મેરી આશિકી તુમસે હી’ ફેમ એક્ટ્રેસ સ્મૃતિ ખન્ના મમ્મી બન્યા બાદ ઘણી જ ખુશ છે. પરંતુ આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી રહી છે
હકીકતમાં ડિલીવરી બાદ સ્મૃતિનું ફિગર જોઈને ફેન્સ મુંઝાઈ રહ્યાં છે અને એક્ટ્રેસની તસવીરો વાયરલ થઈ રહી છે. સ્મૃતિએ થોડાં દિવસો પહેલાં હોસ્પિટલથી નીકળતી વખતે તેના બેબી સાથે તસવીર પોસ્ટ કરી હતી. જેમાં સ્મૃતિનું બેલી ફ્લેટ હતું.
સ્મૃતિ ખન્ના આ તસવીરમાં એકદમ સ્લિમ દેખાઈ રહી હતી. ડિલીવરી બાદ આટલા થોડાં દિવસોમાં એક્ટ્રેસનો આ અવતાર જોઈને ફેન્સ સરપ્રાઈઝ્ડ છે.

15 એપ્રિલના રોજ અભિનેત્રી સ્મૃતિ ખન્નાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. આ માહિતી તેણે સોશિયલ મીડિયા પર આપી હતી. તે જ સમયે, અભિનેત્રીએ તેની પુત્રી સાથે એક નવો ફોટો શેર કર્યો હતો.

તે ફોટામાં સ્મૃતિએ ખૂબ જ સુંદર કેપ્શન પણ લખ્યું છે – ‘ઘરે પાછા ફરવાનો સમય આવી ગયો છે. કૃપા કરીને ફૂલેલા ચહેરા અને આંખોને ઇગ્નોર કરો. ‘ આ ફોટો દ્વારા તેણે કહ્યું છે કે, ટૂંક સમયમાં તે હોસ્પિટલમાંથી ઘરે જશે.

આ તસવીરમાં સ્મૃતિની પુત્રીના ફોટોઝ જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે તે તાજેતરમાં જ માતા બની છે. તેને સ્લિમ ટ્રિમ જોઇને યૂઝર્સ આશ્ચર્યમાં મુકાયા.

સ્મૃતિના આ ફોટો પર યુઝરે કમેન્ટમાં લખ્યું કે, ‘તમે ગર્ભાવસ્થા દરમિયાન જે વજન ઓછું કર્યું છે એટલે કે ઘટાડ્યું છે? લવલી! તો બીજા યુઝરે લખ્યું, ‘તમે ખૂબ સુંદર અને ફીટ લાગો છો.’ તે બધા ગર્ભાવસ્થા બાદ વધેલા બોડી કરતાં અત્યારે ફિટ બોડી જોઇને તેના વખાણ કરી રહ્યાં છે.

તાજેતરમાં જ ગૌતમ ગુપ્તાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘અમારું બાળક કોરોના લોકડાઉન વચ્ચે જન્મે છે અને અમે તે અંગે ખૂબ જાગ્રત છીએ. સ્મૃતિની ગર્ભાવસ્થા દરમિયાન અમે ખૂબ જાગૃત રહ્યા છીએ અને આ સમય દરમિયાન, ડોક્ટરોએ પણ અમારી પૂરી મદદ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ખન્ના ટીવી સીરિયલ ‘મેરી આશિકી તુમ સે’માં જોવા મળી હતી. ત્યાં તે અને ગૌતમ મળ્યાં, તેઓ પહેલા સારા મિત્રો બન્યા. ત્યાર બાદ બંને પ્રેમમાં પડ્યાં અને અભિનેત્રીએ વર્ષ 2017 માં ગૌતમ ગુપ્તા સાથે લગ્ન કર્યા. બંને વચ્ચે શોના સેટ પર અફેરની શરૂઆત થઈ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.