બિપાસા બાસુની હાલ પ્રેગ્નેન્ટ હોવાની ખબરે ચર્ચાએ જોર પકડયું છે.સોશિયલ મીડિયામાં પણ ઘણી ફેક તસ્વીર પણ વાયરલ થઇ રહી છે. પરંતુ હવે બિપાસા બાસુ ની પ્રેગનેંન્સીને લઈને એક ખબર આવી છે.
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર અવારનવાર સમાચારોમાં રહે છે. થોડા સમય પહેલા બંને કોન્ડોમની જાહેરાતથી ખળભળાટ મચી ગયો હતો, ત્યારબાદ તેઓ હોસ્પિટલની સામે આવ્યા પછી બિપાશા બાસુની પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચાએ જોડ પકડયું હતું. સોશિયલ મીડિયામાં અનેક ફેક તસવીરો સામે આવી હતી. પરંતુ હવે બિપાશા બાસુએ પ્રેગનેન્ટની ખબરોને સારી રીતે ખબર લીધી છે. પ્રેગ્નેન્સી મામલે તેને ખુલાસો કર્યો છે. બિપાસાએ ટ્વીટર પર કહ્યું હતું કે, તે પ્રેગ્નેન્ટ નથી એટલું જ નહીં તેને આ બધી વાત ઘણા ગુસ્સામાં કહી છે.
Amused yet again. I kept a bag on my lap while getting into my car and certain media ppl started my pregnancy speculation again😂Guys i am not pregnant .Kinda getting irritating 😡Stay calm.. it will happen only when we want it🙏
— Bipasha Basu (@bipsluvurself) January 17, 2018
તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, હું ફરીથી હેરાન થઇ ગઈ. મેં ગાડીમાં બેસતી વખતે મેં બેગને મારા ખોળામાં રાખી હતી, કેટલીક મીડિયા સંસ્થાઓએ મારી પ્રેગ્નેન્સીના સમાચાર પણ ઉડાવી દીધા છે … મિત્રો, હું ગર્ભવતી નથી … હું ખૂબ ગુસ્સે છું … શાંત રહો … આ તો જ બનશે જયારે અમે ઇચ્છીએ.
બિપાસાની આ ટ્વિટમાં પણ ઘણો ગુસ્સો સામે આવ્યો છે. હાલમાં જ આ બંનેની ગોવાની તસ્વીર વાયરલ થઇ હતી. જણાવી દઈએ કે, બિપાસા બાસુ કોઈ ફિલ્મમાં નજર નથી આવી.
View this post on Instagram
અન્ય એક તસ્વીર પણ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં બેબી ગર્લ સાથે કિરણ જોવા મળી રહ્યો છે. બિપાસા બાસુ એન કરણસિંહ ગ્રોવર બંને નાની ગુડિયા સાથે બેહદ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ઘણા લોકો તેની બેબી માનીને શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે.
View this post on Instagram
પરંતુ બાદમાં ખુલાસો થયો હતો કે, આ ક્યૂટ બેબી ગર્લ એક્ટર વિવેક ભટના અને નિખિલાની બેબી ગર્લ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.