પહેલી વાર પાણીના ટબ માંથી પાણી પીવાની કોશિશ કરી રહ્યું હતું હાથીનું બચ્ચું, ક્યૂટ વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ વાયરલ થઇ જતા હોય છે, જેને લીધે લોકોનું જીવન પણ બદલાઈ જતું હોય છે. એવામાં હાલમાં જ એક હાથીના બચ્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ ક્યૂટ વીડિયોને જોઈને તમારો પણ આખા દિવસનો થાક દૂર થઇ જશે.(અહીં લીધેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે).

Image Source

માણસ માટે જો કે પાણી પીવું સહેલું છે પણ જો કોઈ પ્રાણીની વાત કરવામાં આવે તો તેટલું જ આ કામ કઠિન છે. વીડિયોમાં પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે કે એક હાથીનું બચ્ચું પહેલી વાર પાણીના ટબમાંથી પાણી પીવાની કોશિશ કરી રહ્યું છે.

Image Source

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક નવજાત હાથીનું બચ્ચું પાણી પીવા માટે વારંવાર પોતાની સૂંઢ ટબમાં નાખી રહ્યો છે અને પછી સૂંઢ પાણીથી ભરીને પોતાના મોં માં નાખવાની કોશિશ કરી રહ્યો છે, અને પાછળ ઉભેલી બચ્ચાની માં તેને પાણી પિતા જોઈ રહી છે.

Image Source

આ ક્યૂટ વીડિયો ઓફિસર ડોક્ટર સમરાઠ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને કૈપ્શનમા લખ્યું કે,”પાણી પીવું સહેલું કામ નથી, તેના માટે તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર પડે છે”.

Image Source

આ ક્યૂટ વીડિયોને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને 2 હજારથી પણ વધારે વ્યૂઝ મળી ચુક્યા છે, અને લોકો વીડિયોને શેર પણ કરી રહ્યા છે અને લોકો પોત-પોતાનું રિએક્શન કમેન્ટમાં આપી રહ્યા છે.

જુઓ હાથીના બચ્ચાનો ક્યૂટ વીડિયો…

Krishna Patel