નાના ગજરાજને લાગી તરસ તો જાતે જ ડંકી ચલાવીને આ રીતે પીધુ પાણી,સોશિયલ મીડિયા પર દિલને સ્પર્શી જાય તેવો વીડિયો થયો વાાયરલ

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના કેટલાક મજેદાર વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો ક્યુટ હોય છે, જેને વારંવાર જોવાનું મન થાય છે. આવો જ એક વીડિયો બેબી એલિફન્ટનો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જે લોકોનું દિલ જીતી રહ્યો છે. વીડિયોમાં નાના ગજરાજ પોતે જાતે હૈંડપંપ ચલાવી પાણી પીતા જોવા મળી રહ્યા છે, લોકો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો વશ્ચિમ બંગાળના અલીપુર દ્રાર જિલ્લા સ્થિત જલદપારા નેશનલ પાર્કનો હોવાનું જણાવાઇ રહ્યુ છે. રિપોર્ટ અનુસાર હાથીનું આ બાળક લગભગ 9 મહિનાનુ છે, બધા જાણે છે કે, આ દિવસોમાં ગરમી ખૂબ જ પડી રહી છે અને આ નાનો હાથી પાર્કમાં ફરી રહ્યો હતો તો તેની નજર હૈંડપંપ પર પડી. તરસ છીપાવવા માટે આ હાથીએ પોતે હૈંડપંપ ચલાવ્યુ અને પોતાની તરસ છીપાવી.

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર એક હાથીના બાળકનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ગજરાજ હૈંડપંપ ચલાવી પાણી પીવાની કોશિશમાં જોડાઇ જાય છે અને તે તેની સૂંઢથી હૈંડપંપ ચલાવે છે અને તે બાદ તેની મદદથી ફટાફટ પાણી પી લે છે.

આ 30 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે અને તેને અત્યાર સુધી 37 હજારથી પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે. બધા હાથીની પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયો પર કેટલાક લોકો કેમેરા પર્સન કે જેણે આ વીડિયો ઉતારી તેને સલાહ આપી રહ્યા છે કે, તેઓ વીડિયો શૂટ કરવાની જગ્યાએ હાથીને પાણી પીવડાવે.

Shah Jina