અજબગજબ ખબર

શું માણસોની સુવિધાની કિંમત પ્રાણીઓએ ચૂકવવી પડશે? જુઓ હૃદય હચમચી જાય એવો હાથીના બચ્ચાનો વિડીયો

તમે આના વિષે શું વિચારો છો? વિડીયો જોઈને જરૂર કહજો

આજે જમાનો આધુનિકતા તરફ વળ્યો છે, જ્યાં જુઓ ત્યાં નવી ટેક્નોલોજીનો આવિષ્કાર પણ થઇ રહ્યો છે, જંગલો કાપી અને ત્યાં મકાનો બનાવ લાગ્યા છે, રોડ રસ્તાઓ બધું જ ઉંસુવિધા સભર થવા લાગ્યું છે, પરંતુ આ બધામાં આપણે ઘણું બધું પાછળ પણ છોડી રહ્યા છે, આપણે જ આપણની પ્રકૃતિને નુકશાન પહોંચાડી રહ્યા છે. અને આપણી સુવિધાઓ માટે એ પશુ પંખી અને પ્રાણીઓને પણ મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. એનું ઉદાહરણ આપતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Image Source

આઇપીએસ પરવીન કાસવાને એક વિડીયો તેમના ટ્વીટર ઉપર શેર કર્યો છે જેની અંદર જની અંદર માતાનો તેના બાળક પ્રત્યેનો પ્રેમ જોઈને તમારું પણ હૃદય પીગળી જશે, અને સાથે જ આ વીડિયોમાં બાળકની મથામણ જોઈને તમને પણ ગુસ્સો આવશે. પરવીને આ વિડીયો શેર કરતા કેપશનમમાં પણ લખ્યું છે. “આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટક્ચર વાઈલ્ડ લાઈફ માટે બધારૂપ છે. જુઓ આ સ્ટ્રગલને. એટલા માટે આપણે જંગલ જીવન વિસ્તારનું ખાસ ધ્યાન રાખવાનું છે.”

Image Source

આ વીડિયોની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે હાથી અને તેનું બચ્ચું રોડના કિનારે બનાવવામાં આવેલા સપોર્ટના કારણે જંગલમાં જવા માટે મુશ્કેલી અનુભવી રહ્યું છે. આ સપોર્ટ તેના રસ્તાની અડચણ બની ગયું છે.

ઘણી જ મહેનત કર્યા બાદ તે એ હાથણી તો એ બેરીયર પસાર કરી લે છે, પરંતુ તેનું બચ્ચું ત્યાં ફસાઈ જાય છે. ઘણી જ મહેનત કર્યા બાદ તેની માઈ મદદથી તે પણ પાર કરી લે છે અને પછી જંગલ તરફ જવા માટે નીકળી જાય છે. આ વીડિયોમાં આપણી સુવિધાઓના કારણે પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે એ જોતા હૃદય કંપી ઉઠે છે.