રમકડું જોઈને ખુબ જ ખુશ થઇ ગયું આ ટેણીયું, નજીક જઈને હાથ લગાવતા જ થયું એવું કે રાડો પાડી પાડીને રડવા લાગ્યું, જુઓ વીડિયો

ટેણીયાએ રમકડું જોઈને તો આખું ગામ માથે લીધું, અડકવાની સાથે જ થયું એવું કે, જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ વીડિયો

નાના બાળકો ભગવાનનું રૂપ હોય છે. તે જેટલા ભોળા હોય છે એટલા જ ચતુર પણ હોય છે. નાના બાળકોને નવા નવા રમકડાંને રમવાનું અને તોડવાનું ખુબ જ પસંદ હોય છે. ઘણા બાળકો રમકડાંને રમતા રમતા તોડી નાખતા હોય છે. સોશિયલ મીડિયામાં એક એવા જ ટેણીયાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે એક નવું રમકડું જોઈને રમવા માટે તો જાય છે પરંતુ પછી કંઈક એવું થાય છે જેના કારણે તે જોર જોરથી રડવા લાગે છે.

આ વીડિયોમાં તમે એક બાળકને કેક્ટસ જેવા રમકડા સાથે રમતા જોઈ શકો છો. બાળકની આંખોમાં માસૂમતા દેખાય છે. બાળક આ રમકડાને અડે કે તરત જ રમકડું વિચિત્ર હલનચલન કરે છે અને પછી બાળક જે કરે છે તેનો વીડિયો જોઈને ઘણા લોકો પેટ પકડીને હસી રહ્યા છે તો ઘણા લોકો આ બાળકની ક્યુટનેસના વખાણ પણ કરી રહ્યા છે.

જેવું આ કેક્ટ્સ જેવું રમકડું હલનચલન કરે છે, પ્રથમ બાળક હસવાનું શરૂ કરે છે અને ટોકિંગ કેક્ટ્સ પણ તેની નકલ કરતા હસવા લાગે છે, પછી જ્યારે બાળકને સમજાતું નથી કે આ કેવી રીતે થઈ શકે છે, ત્યારે બાળક રડવા લાગે છે. કેક્ટ્સ પણ બાળકના રડવાના અવાજને રેકોર્ડ કરીને તેની જેમ જ રડવા લાગે છે, જેના કારણે બાળક વધુ જોરથી રડવા લાગે છે. બાળકને રડતો જોઈને ઘણા યુઝર્સ પોતાની જાતને પ્રતિક્રિયા આપતા રોકી શક્યા નહીં.

 

View this post on Instagram

 

A post shared by ‍ (@student_canada_walle)

તમને જણાવી દઈએ કે આ વીડિયોએ ઘણા યુઝર્સને ખૂબ એન્ટરટેઈન પણ કર્યા છે. તેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં, ઘણા લોકો કોમેન્ટ સેક્શન પર અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા. કોઈએ બાળકને ક્યૂટ કહ્યો તો કોઈએ માસૂમ કહ્યો. કેટલાક યુઝર્સે હાર્ટ ઇમોજી પણ મોકલ્યા છે.

Niraj Patel