ખબર

4 હાથ અને 4 પગવાળા બાળકની આ તસવીર જોઇ તમે પણ ચોંકી જશો, લોકો માની રહ્યા છે ભગવાનનો અવતાર પરંતુ ડોક્ટર…

ઘણીવાર બાળકોનો જન્મ થાય તો તેઓ કોઇ બીમારી અથવા કોઇ અન્ય કારણોસર અલગ દેખાતા હોય છે. કેટલીક આપણે સાંભળ્યુ હશે કે જોડિયા બાળકોનો એવી રીતે જન્મ થયો કે તેમનો મોઢુ અલગ હતુ પરંતુ તેઓ કમરના ભાગેથી નીચે સુધી એક જ હતા. આવા અનેક કિસ્સાઓ આપણે જોયા પણ હશે અને સાંભળ્યા પણ હશે. પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે કદાચ તમે કયારેય પણ સાંભળ્યો નહિ હોય. આ કિસ્સો બિહારના કટિહારનો છે. અહીં 4 હાથ અને 4 પગ ધરાવતા બાળકનો જન્મ થયો છે. આ બાળક અંગેની જાણ આસપાસના વિસ્તારમાં ફેલાતા જ હોસ્પિટલમાં લોકોની ભીડ ઉમટી પડી હતી.

તસવીર સૌજન્ય : આજ તક

હવે આ બાળકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ બાળકનો જન્મ બિહારના કટિહારની સદર હોસ્પિટલમાં થયો હતો. જ્યારે આસપાસના લોકોને આ અનોખા બાળકની ખબર પડી તો તેઓ પણ તેને જોવા પહોંચી ગયા. કેટલાક લોકો આે પ્રકૃતિનો કરિશ્મા કહી રહ્યા છે તો કેટલાક લોકોએ કહ્યું કે આ ભગવાનનો અવતાર છે.  ડૉક્ટરે જણાવ્યું હતું કે બાળક શારીરિક રીતે વિકલાંગ અને અસામાન્ય છે. આ બાળકને અનોખું બાળક ન કહેવાય. પશ્ચિમ બંગાળના રહેવાસી અને બાળકના પિતાએ જણાવ્યું કે બાળકના જન્મ પહેલા તેની તપાસ કરવામાં આવી હતી. અલ્ટ્રાસાઉન્ડ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ ટેસ્ટ રિપોર્ટમાં ડોકટરોએ કહ્યું હતું કે બાળક બરાબર છે.

 

જો કે જન્મ બાદ બાળક ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. બાળકનો પરિવાર ઇચ્છે છે કે તેમનું બાળક સામાન્ય જીવન જીવે, આ માટે સર્જરીની જરૂર પડશે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી, જેના કારણે સમસ્યાઓ આવી શકે છે. હોસ્પિટલમાં તૈનાત મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે સિન્ટ્રોનિક કારણોસર, વૃદ્ધિમાં ફેરફાર થાય છે. વૃદ્ધિમાં અવ્યવસ્થાને કારણે, ગર્ભના હાથ અને પગની સંખ્યામાં પણ વધારો થાય છે. તેમણે કહ્યું કે વિશેષ તપાસ માટે અલ્ટ્રાસોનોગ્રાફી અને ઇકો કાર્ડિયોગ્રાફી કરવાની જરૂર છે. જેની માહિતી સગાસંબંધીઓને આપવામાં આવી છે. જોકે માતા અને બાળક બંને સ્વસ્થ છે.

 

બાળકની સારવાર કરી રહેલા ડોક્ટરે કહ્યું કે આવા કિસ્સા બહુ ઓછા હોય છે. હાલમાં બાળકની દેખરેખ કરવામાં આવી રહી છે. ડૉક્ટરે જણાવ્યું કે આનુવંશિકતા સહિત અનેક કારણોથી થઈ શકે છે. તેમણે કહ્યું કે જે રીતે ઘણા બાળકોના હાથ પર આંગળીઓ વધુ હોય છે. તેવી જ રીતે, આ બાળકને વધુ પગ છે. અહીં બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. જરૂર પડશે તો તેને ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવશે.