મનોરંજન

‘બાબુ જી ધીરે ચલના’ ફેમ યાના ગુપ્તા આજકાલ શું કરી રહી છે?

‘બાબુજી ધીરે ચલના’ ફેમ યાના ગુપ્તા ગીતને લઈને બહુજ જાણીતી થઇ ગઈ હતી. આ બાદ યાના ગુપ્તાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. યાના ગુપ્તાએ તેના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી.

યાનાનો જન્મ 23 એપ્રિલ 1979માં થયો હતો. યાના નાનકડી હતા ત્યારે જ તેના માતા-પિતા અલગ થઇ ગયા હતા. યાનાને એક બહેન પણ છે.

યાના જયારે થોડી મોટી થઇ ત્યારે તેને એક અખબાર અને જાહેરાત માટે મોડેલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. આર્કિટેક્ચર અને ગાર્ડનિંગમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ યાનાએ ઇન્ટરનેશનલ મોડેલિંગમાં એક્ટિવ થઇ ગઈ હતી.

યાનાએ મિલાન, હૅબર્ગ, પેરિસ, મ્યુનિક, વિએના અને પ્રાગ જેવી જગ્યા પર મોડેલિંગ કર્યું હતું. આ દરમિયાન તેને કેલ્વિન ક્લેરથી લઈને વિક્ટોરિયાઝ સિક્રેટ, ગુચી, ટોયોટા, હોન્ડા અને સોની જેવા વર્લ્ડ ક્લાસ સાથે કામ કર્યું હતું.

 

યાનાએ મોડેલીંગથી બ્રેક લઈને હરવા-ફરવા માટે તે ભારત આવી ગઈ હતી. ભારત આવ્યા બાદ અધ્યાત્મક રુચિ લાગવા લાગી હતી.

યાના પુણેના ઓશો આશ્રમમાં રહેવા લાગી હતી. આ દરમિયાન તેની મુલાકાત સત્યકામ ગુપ્તાથી થઇ હતી.

સત્યકામ ગુપ્તા લોકલ આર્ટિસ્ટ હોય તે પેઇન્ટિંગ કરતો હતો. સત્યકામ ઓશો આશ્રમ સંગાથે છેલ્લા ઘણા સમયથી જોડાયેલો હતો. યાનાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સત્યકામ સાથેલી પહેલી મુલાકાતમાં જ તે બહુજ ઈમ્પ્રેસ થઇ ગઈ હતી.

યાનાને પ્રેમનો રંગ ચડી જતા તેની સત્યકામ સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ યાનાનું ટોપ મોડેલથી ઇન્ડિયન વાઈફ સુધી ટ્રાન્સફોર્મેશન ઘણું મુશ્કેલ હતું.

યાના થોડા જ દિવસમાં મોડેલિંગને યાદ કરવા લાગી હતી. યાના જો બીજા દેશમાં જઈને મોડેલિંગ કરે તો તેના લગ્નજીવનમાં ઘણી તકલીફ પડી રહી હતી.આ કારણે યાનાએ ભારતમાં જ મોડેલિંગની શરૂઆત કરી હતી.

Image Source

યાનાએ ભારતમાં મોડેલિંગ કર્યાના છ મહિનામાં જ તેને રોહિત બલ, રીના ઢાકા, સુનિલ મેહરા અને રોકી જેવા ફેશન ડિઝાઈનર માટે મોડેલિંગ કર્યું હતું. યાનાની પ્રસિદ્ધિ જોઈને ઇન્ડિયાની સૌથી મોટી ફેશન બ્રાન્ડ લેકમેએ ફેમસ મોડેલ અને એક્ટ્રેસ લીઝારેને હટાવીને યાના સાથે 3 વર્ષનો કોન્ટ્રાકટ સાઈન કર્યો હતો.

યાનાએ ભારતમાં લિમ્કા અને એમટીવી સાથે જોડાઈ ગઈ હતી. ભારતમાં યાનાની પ્રસિદ્ધિ જોઈને તેને ફિલ્મમાં ઓફર આવવા લાગી હતી.

યાનાએ ‘મનમદન’, ‘ઘર્ષણા’ અને અન્નીયન જેવી ફિલ્મમાં ગેર્સ્ટ રોલ કર્યો હતો. બોલીવુડમાં યાનાએ ફક્ત આઈટમ સોન્ગ જ કર્યા હતા. યાનાની લોકપ્રિયતા જોઈને મેકર્સે ‘દમ’ માટે તેને સાઈન કરી દીધી હતી. પરંતુ સૌથી મોટી તકલીફ એ હતી કે,આ ગીત રસ્ટિક હતું.

તેથી આ ગીતમાં આટલી ગોરી યુવતી જોતી ના હતી, તેથી યાનાને મેકઅપ કર્યા બાદ જ શૂટિંગ કરવામાં આવતું હતું. આ ગીતને પાંચ દિવસમાં જ શૂટ કરવામાં આવ્યું હતું.