ગુજરાતમાં અહીંયા મધરાતે મંદિરમાં મૂંગાં પશુની બલી ચડતા પોલીસની થઇ દોડધામ, ધાર્મિક લાગણી દુભાવનારાં તત્ત્વો સામે ધિક્કાર

ગુજરાતમાંથી ઘણીવાર પશુના બલી ચઢાવવાની ઘટના પ્રકાશમાં આવતી રહે છે. ઘણીવાર આવી ઘટનાઓ સામે લોકોનો રોષ પણ ભભૂકી ઉઠતો હોય છે. ત્યારે અમરેલીમાં મધરાત્રે જ આવી ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. બાબરામાં નિલવડા રોડ પર આવેલ આસ્થાના કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ મેલડી માતાના મંદિરમાં 22 એપ્રિલના રોજ રાત્રે કેટલાક શખસોએ પશુ સાથે ગર્ભગૃહમા પ્રવેશી બલિ ચડાવી હતી.આ ઘટનાથી લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થતા 10 જેટલા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીલવડા રોડ પર મેલડી માતાજીનું મંદિર આવેલુ છે, જે પ્રજા માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં રોજ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે અને ખાસ કરીને લોકો માનતા પૂરી કરવા પણ આવતા હોય છે. અહીં કોઇએ પશુની બલી ચઢાવવી નહિ તે પણ બોર્ડ ચારે તરફ લગાવવામાં આવ્યા છે અને કોઇ આવું કૃત્ય ન કરી જાય તે માટે થઇને ચારે તરફ CCTV પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે 22 તારીખના રોજ મધરાતે પશુની બલી ચઢાવવામાં આવી હોવાની ઘટના બનતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ બાબતને લઇને રાજેશભાઇ જેઠવાએ આ બારામા બાબરાના લક્ષ્મણ મગનભાઇ ડાભી, વિહા નારણભાઇ, નારણ પાંચાભાઇ ઝિંઝુવાડિયા, સંજય ખોડુભાઇ કરકર, ભૂપત તળસીભાઇ ઝિંઝુવાડિયા, બચુ નારણભાઇ, દેવા ગભાભાઇ, બીજલભાઇ ડાભી અને અન્ય બે અજાણ્યા શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યુ કે, 22 એપ્રિલના રોજ મધરાતે મેલડી માતાના મુળ સ્થાનકે આ શખસોએ બોકડા જેવા દેખાતા પશુની બલી ચઢાવી હતી.

જયારે મંદિર બંધ હતુ ત્યારે આ લોકો જાળી ખોલીને અંદર પ્રવેશ્યા હતા અને ગર્ભગૃહમાં પશુને લઇ જઇ એનું ગળું કાપી બલી ચઢીવી હતી..આ તમામ હરકત તેમની સીસીટીવીમા કેદ થતા હકિકત બહાર આવી હતી. બાબરા પેાલીસે આ અંગે કેટલાક શખ્સોને રાઉન્ડઅપ પણ કર્યા છે. આ ઘટનામાં બાબરાના લક્ષ્મણ મગનભાઇ ડાભી, વિહા નારણભાઇ, નારણ પાંચાભાઇ ઝિંઝુવાડિયા, સંજય ખોડુભાઇ કરકર, ભૂપત તળસીભાઇ ઝિંઝુવાડિયા, બચુ નારણભાઇ, દેવા ગભાભાઇ, બીજલભાઇ ડાભી અને અન્ય બે અજાણ્યા શખસો સામે ઉપાસક રાજેશભાઇ જેઠવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Shah Jina