ખબર નારી વિશે

KBC11: કરોડપતિ વિજેતા બબીતા ​​તાડેએ કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેમ ફરી કરશે 1500 રૂપિયાની નોકરી

કૌન બનેગા કરોડપતિ સીઝન 11ને બે કરોડપતિ મળી ચુક્યા છે. પ્રથમ છે બિહારના સનોજ રાજ અને આ સીઝનની બીજી કરોડપતિ છે મહારાષ્ટ્રની બબીતા ​​તાડે. આ બંને સ્પર્ધકોએ તેમની સમજથી સવાલોના સાચા જવાબો આપ્યા અને 1 કરોડના માલિક બની ગયા.

બબીતા મહારાષ્ટ્રના અમરવટીમાં મીડ ડે મિલ વર્કર છે. તે શાળામાં 450 બાળકો માટે ખીચડી બનાવે છે. તેને આ કામ માટે 1500 રૂપિયા પગાર મળે છે. તેના પતિ આ સ્કૂલમાં પટ્ટાવાળા છે. બબીતા તાડેને પ્રેમથી લોકો ખીચડી કાકુ તરીકે બોલાવે છે. તેણીએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે.

Image Source

બબીતાએ અમિતાભ બચ્ચનને એ પણ જણાવ્યું હતું કે એ 450 બાળકો માટે ખીચડી બનાવવાનું કામ કરે છે, તેને આ કામ અને પૈસાથી કોઈ સમસ્યા નથી કારણ કે તેને બાળકો માટે ખીચડી બનાવવી પસંદ છે.

શો દરમ્યાન બબીતાએ અમિતાભને જણાવ્યું કે તેમના આખા પરિવારમાં માત્ર એક જ મોબાઈલ ફોન છે અને તેમની પાસે પોતાનો મોબાઈલ નથી. એવામાં શોમાં વચ્ચે જ અમિતાભ બચ્ચને તેમને એક ફોન પણ ગિફ્ટ કર્યો.

હાલમાં જ તેને એક કરોડ રૂપિયા જીતતા જણાવ્યું હતું કે, તેને બહુ જ સારું લાગે છે. કારણકે મારે જે હાંસિલ કરવું હતું તે મેં કરી લીધું છે. મારા માટે આ બહુ જ મોટો સંઘર્ષ હતો. હું બાળપણથી જ કંઈક કરવા માંગતી હતી. મારા પિતાએ મારા બાળપણથી જ ઘણી ઉમ્મીદ હતી. તો તેનું નામ રોશન કરીને મને બહુજ સારું મહેસુસ થાય છે.

Image Source

જયારે તેને પૂછવામાં આવ્યું કે તે આટલા રૂપિયાનું શું કરશે ? તેના જવાબમાં જણાવ્યું હતું કે, હું મારા પરિવાર માટે ખર્ચ કરીશ. મને શિવાલય બનાવવાની ઈચ્છા છે તેથી હું ઈચ્છા પુરી કરીશ.

મારા બાળકોને સારું ભણાવીશ. મારા પતિ કામને કારણે ક્યાય ફરવા નથી ગયા તો તેને લઈને હું બહાર ફરવા જઈશ.
તેને આટલા રૂપિયા જીત્યા બાદ પણ ફરીથી તે ખીચડી બનાવવા જશે ? તેના જવાબમાં કહ્યું હતું કે, મને ખીચડી બનાવવા માટે ફક્ત 1500 રૂપિયા જ મળે છે. પરંતુ હું ત્યાં નહીં જાવ તો કોઈ બીજી જવાબદારી લેવાવાળું નથી. ત્યાં આમ પણ બાળકો ખીચડીના ભરોસે આવે છે. તો હું ફરી પછી ત્યાં જઈને હું મારુ કામ શરૂ કરીશ. બાળકો માટે ત્યાં રહેવાની સારી વ્યવસ્થા કરીશ. સાથે જ વોટર ફિલ્ટર લગાવીશ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks