ખબર

KBCમાં કરોડપતિ બનનારી બબિતા તાડે બની ઇલેક્શન કમિશનની બ્રાન્ડ એમ્બેસેડર! વાંચો વિગત સરકારી સ્કુલમાં મધ્યાહ્ન ભોજન બનાવવાની નોકરી કરે છે!

‘કૌન બનેગા કરોડપતિ’ની હાલ ચાલી રહેલી ૧૧મી સિઝનમાં કરોડપતિ બનેલ બબિતા તાડે તો બધાંને યાદ જ હશે! ૧૫ સવાલોના જવાબ આપીને ૧ કરોડની રાશિ મેળવનાર બબિતા તાડે વિશેના સચામારો થોડો વખત સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાની એક સરકારી સ્કુલમાં બાળકો મધ્યાહ્ન ભોજન બનાવતી બબિતા તાડેએ અભૂતપૂર્વ પ્રદર્શન કરીને વિક્રમ સર્જી દીધો હતો.

હવે કરશે ઇલેક્શન કમિશ માટે કામ —

KBCમાં એક કરોડ જીતનાર બબિતા તાડેને ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા SVEEP (સિસ્મેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન) કાર્યક્રમ માટે અમરાવતી જિલ્લાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે.

આ કાર્યક્રમ પ્રમાણે, બબિતા તાડે અમરાવતીનાં વિશિધ વિસ્તારોમાં જઈને લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરશે. SVEEP કાર્યક્રમનો હેતુ ઇલેક્શન કમિશન દ્વારા વધારે લોકોને મતદાન કરવાના તેમના અધિકાર પ્રત્યે જાગૃત કરવાનો છે. બબિતાના કહેવા પ્રમાણે, તે વધારેમાં વધારે લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરશે.

શું હતો બબિતા કરોડને પૂછાયેલો ૭ કરોડનો સવાલ? —

મહારાષ્ટ્રના અમરાવતીના સામાન્ય પરીવારની મહિલા તરીકે કેબીસીના સેટ પર ઊભરી આવનાર બબિતા તાડેએ ૧૫ પ્રશ્નોના ઉત્તર આપીને ૧ કરોડની રકમ પોતાને નામે કરી હતી. આમ તે ૧૧મી સિઝનની બીજી કરોડપતિ બની હતી. બબિતાને સાત કરોડ માટે પૂછાયેલા ૧૬મા પ્રશ્નનો જવાબ આપી શકી નહોતી અને રમત છોડી હતી.

પ્રશ્ન હતો : ક્યાં રાજ્યના સૌથી વધારે રાજ્યપાલ આગળ જતા રાષ્ટ્રપતિ બન્યાં?

જેનો જવાબ હતો : બિહાર. જો કે, બાદમાં બબિતાને અંદાજ લગાવવાનું કહેતા તેમણે બિહાર જવાબ આપ્યો હતો. પણ રમત દરમિયાન પોતાના જવાબ સ્યોર નહોતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.