ખબર

પહેલવાન બબીતા ફોગાટે આપ્યો દીકરાને જન્મ, તસ્વીર શેર કરીને આપી જાણકારી

સેલેબ્રિટીઓ તરફથી હવે ખુશ ખબરીઓ આવવાની શરૂ થઇ ગઈ છે. ગઈ કાલે વિરાટ કોહલીના ઘરે દીકરીના જન્મ બાદ હવે બીજી પણ એક ખુશખબરી આવી છે. ભારતીય રેસલર બબીતા ફોગાટે એક દીકરાને જન્મ આપ્યો છે.

Image Source

આ વાતની જાણકારી બબીતાએ શોશિયલ મીડિયા ઉપર તસ્વીર શેર કરીને આપી છે. જેમાં તે પોતાના પતિ વિવેક સુહાગ અને દીકરા સાથે નજર આવી રહી છે.

Image Source

આ તસ્વીર ટ્વીટર ઉપર શેર કરવામાં આવી છે, સાથે બબીતાએ લખ્યું છે, “અમારા દીકરાને મળો, સપનામાં વિશ્વાસ કરો, આ પુરા થાય છે. અમારા પુરા થયા છે. ભૂરા કપડામાં જુઓ.”

Image Source

દંગલ ગર્લના નામથી પ્રખ્યાત બબીતા ફોગટ હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના બલાલી ગામની રહેવાસી છે. એક ડીસેમબર 2019ના રોજ પહેલવાન બબીતા ફોગાટે ભારત કેસરી રહી ચૂકેલા પહેલવાન વિવેક સુહાગ સાથે લગ્ન કર્યા હતા.

બબીતાની ઉપર બોલીવુડમાં એક ફિલ્મ “દંગલ” પણ બની છે જેમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં છે. થોડા સમય પહેલા જ બબીતાએ પોતાના માતા બનવાની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.