ગર્ભવતી બહેનપણીએ સિંગર વૈશાલીને મંદિરે મળવા બોલાવી, પછી કારમાં ક્લોરોફોર્મ સૂંઘાડીને બેભાન કરી દીધી, જાણીને હચમચી ઉઠશો

હાલમાં ગુજરાતના વલસાડનો વૈશાલી બલસારા હત્યા કેસ ઘણો ચર્ચામાં છે. જોકે, પોલિસે આ હત્યાનો કોયડો ઉકેલી દીધો છે અને વલસાડ જિલ્લા પોલીસને ગણતરીના દિવસોમાં જ આ કેસના મૂળ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે હત્યાની માસ્ટર માઈન્ડ આરોપીની ધરપકડ પણ કરી છે. 28 ઓગસ્ટના રોજ વલસાડના પારડી નજીકથી પસાર થતી પાર નદી કિનારેથી વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં બંધ કારમાંથી લાશ મળી આવી હતી. જે બાદ આ ઘટનાની જાણ પોલિસને કરવામાં આવી અને પછી પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો. પોલીસે આ કેસનું રહસ્ય ઉકેલવા 6 ટીમો બનાવી હતી અને અલગ અલગ દિશામાં તપાસ કરી હતી.

જો કે, વૈશાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો અને તેમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું. જો કે, વૈશાલીના શરીર પર કોઈ જગ્યાએ ઇજાના નિશાન નહોતા. જે બાદ પોલિસ પણ મૂંઝવણમાં મુકાઇ અને વૈશાલીના હત્યારા સુધી પહોંચવા પોલીસે તમામ દિશામાં તપાસ તેજ કરી. પોલિસે આરોપી સુધી પહોંચવા ઘણા સીસીટીવી ફૂટેજ ખંગોળ્યા અને આખરે પોલીસની મહેનત રંગ લાવી. વૈશાલીની હત્યાના આરોપીને પોલિસે ગણતરીના દિવસોમાં જ જેલના હવાલે કરી અને આ કેસની માસ્ટર માઈન્ડ વૈશાલીની જ નજીકની મિત્ર બબીતા નીકળી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

મૃતક વૈશાલી અને હત્યાની માસ્ટર માઇન્ડ બબીતાની દુકાનો બાજુમાં હતી. જેને કારણે બંને વચ્ચે એક વર્ષથી મિત્રતા બંધાઈ હતી. વૈશાલી પાસેથી બબીતાએ 25 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને વાયદા પ્રમાણે સમયસર બબીતાએ પૈસા પરત ન કર્યા હોવાને કારણે વૈશાલી દ્વારા ઘણીવાર આ પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહી હતી. જો કે, બબીતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તે 25 લાખ રૂપિયા પરત કરી શકે તેમ નહોતી. જેથી તેણે વૈશાલીને રસ્તામાંથી હટાવવાનું વિચાર્યુ.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

તેણે આયોજનપૂર્વક વૈશાલીને પૈસા લેવા માટે વલસાડના વશીયાર નજીક આવેલા ડાયમંડ ફેક્ટરી પાસે સાંજના સમયે બોલાવી. જો કે, પહેલાથી જ બબીતાની સાથે રહેલા બે અજાણ વ્યક્તિઓ તેના નજીકના સ્વજન હોવાનું કહી વૈશાલીની કારમાં બેસાડ્યા હતા. ત્યાર પછી બબીતાની સાથે રહેલા શખ્સોએ વૈશાલીને કારમાં ક્લોરોફોર્મ સુંગાડ્યુ અને બેહોશ કરી તેનું ગળું દબાવી હત્યા કરી દીધી.બબીતાએ કોન્ટ્રાક્ટ કિલરોને વૈશાલીની હત્યા માટે 8 લાખ રૂપિયાની સોપારી આપી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જો કે, પહેલા તો 10 લાખની માગ કરવામાં આવી પરંતુ 8 લાખમાં ડીલ ફાઇનલ થઈ હતી. બબીતાએ આ રૂપિયા વૈશાલી પાસેથી જે ઉછીના 25 લાખ લીધા હતા તેમાંથી આપ્યા હતા. જો કે, આ ખુલાસો પોલીસની તપાસમાં થયો છે. એવો પણ ખુલાસો થયો છે કે, બબીતા નવ મહિનાની ગર્ભવતી છે.

Shah Jina