બાબર આઝમ ઉપર આ યુવતીએ લગાવ્યા મોટા આરોપ, નિકાહની લાલચ આપીને 10 વર્ષ સુધી ગંદી હરકત – જાણો

રવિવારે ભારત પાકિસ્તાનની મેચમાં પાકિસ્તાનની જીત બાદ ઘણી બધી વાતો સામે આવી છે. આ જીતની અંદર પાકિસ્તાની ટીમના કપ્તાન બાબર આઝમનું મહત્વનું યોગદાન રહ્યું, ત્યારે તેની કૅપ્શનશીપની પણ પાકિસ્તાનમાં ઘણી જ પ્રસંશા કરવામાં આવી. ગઈકાલે પણ પાકિસ્તાનની ટીમે ન્યૂઝલેન્ડને હરાવ્યું. જેના લઈને પણ પાકિસ્તાની કપ્તાન બાબર આઝમ સતત ખબરોમાં છવાયેલો છે.

બાબર જેટલો તેની રમતને લઈને ચર્ચામાં રહેતો હોય છે તેટલો જ તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે હાલમાં બાબર આઝમ વિરુદ્ધ તેની એક જૂની પ્રેમિકાએ ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા છે આ સાથે તેને ઘણા મોટા મોટા ખુલાસા પણ કર્યા છે, જે હાલ ખુબ જ ચર્ચાનો વિષય બની ગયા છે.

બાબર આઝમની પૂર્વ પ્રેમિકા હમીજા મુખ્તારે પાકિસ્તાની સમાચાર ડેલી પાકિસ્તાનને એક વાર જણાવ્યું કે પાકિસ્તાની કપ્તાન બાબર આઝમે તેની સાથે લગભગ 10 વર્ષ સુધી યૌન શોષણ કર્યું હતું. હમીજાએ જણાવ્યું હતું કે બાબર 10 વર્ષ સુધી તેની સાથે લગ્ન કરવાનો વાયદો કરતો રહ્યો અને તેની સાથે યૌન શોષણ પણ કર્યું જેના બાદ તેને ના પાડી દીધી. આ ઉપરાંત પણ તેને બીજા ઘણા આરોપ બાબર ઉપર લગાવ્યા છે.

હમીજાએ આગળ જણાવ્યું હતું કે તે તેના બાળકની માતા પણ બનવાની હતી. પરંતુ તેને પાછળથી એબોર્શન કરાવવું પડ્યું. તેને કહ્યું કે, “મારા હાથમાં કુરાન પાક છે અને હું તેના ઉપર હાથ રાખીને આ વાત કહું છું કે મેં જે પણ બાબર આઝમને લઈને કહ્યું તે એકદમ સાચું છે. હું અહીંયા ખોટું બોલીને બચી જઈશ પરંતુ અલ્લાહ પાકને ત્યાં હું ક્યારેય નહિ બચી શકું.”

આ મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. જ્યાં બાબર આઝમને સજા આપવા સુધીની વાત પણ પહોંચી ગઈ હતી. પરંતુ બાબર આઝમે એક ત્રીજી વ્યક્તિને કહીને હમીજાને 20 લાખ રૂપિયા આપીને મોઢું બંધ રાખવાની વાત કહી હતી. આ વાતનો ખુલાસો પણ હમીજાએ જાતે જ કર્યો કે બાબર તેનું મોઢું બંધ રાખવા માટે સતત ધમકી આપતો હતો.

તમને જણાવી દઈએ કે બાબર આઝમ વર્લ્ડકપની અંદર ભારતને હરાવનાર પહેલો પાકિસ્તાની કપ્તાન બન્યો છે. આ પહેલા પાકિસ્તાની ટીમના કોઈ કપ્તાન ભારતીય ટીમને ક્યારેય વર્લ્ડકપમાં હરાવી શક્યા નથી.  આ સાથે જ વિરાટ પણ પહેલો એવો કપ્તાન બન્યો જેને પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં પહેલી હારનો સામનો કરવો પડ્યો.

Niraj Patel