પાકિસ્તાની ક્રિકેટ ટીમના કપ્તાન બાબર આઝમે ઉજવ્યો તેનો યાદગાર જન્મદિવસ, 15 ટીમોના કપ્તાનોએ આપી હાજરી, રોહિત શર્માએ…જુઓ વીડિયો

વિશ્વરભરની ક્રિકેટ ટીમો હાલ ઓસ્ટ્રેલિયામાં ભેગી થઇ છે, જ્યાં ક્રિકેટનું મહાયુદ્ધ જામવાનું છે. ટી-20 વર્લ્ડ કપમાં 16 દેશની ટીમો ભાગ લઇ રહી છે અને આ વર્ષે મુકાબલા ખુબ જ રોમાંચક રહેવાના છે અને તેમાં પણ ભારત અને પાકિસ્તાનની મેચ ઉપર ચાહકોની નજર મંડરાયેલી છે, ત્યારે આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાનની ટીમનો કપ્તાન બાબર આઝમ 15 ટીમોના કપ્તાનો સાથે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

બાબરનો જન્મ 1994માં પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. T20 વર્લ્ડ કપ આવતીકાલે એટલે કે 16 ઓક્ટોબરથી રમાશે. પાકિસ્તાનની ટીમ બાબરની કેપ્ટનશીપમાં જ તેમાં પ્રવેશ કરશે. તેણે 2015માં પાકિસ્તાન માટે ડેબ્યૂ કર્યું હતું. 2019માં તેને ટીમની કેપ્ટનશીપ મળી હતી. હાલમાં તે ત્રણેય ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

T20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત પહેલા કેપ્ટનોએ મીડિયા સાથે વાત કરી. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ સહિત તમામ ટીમોના કેપ્ટન પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં જ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. સ્કોટલેન્ડના કેપ્ટન રિચી બેરિંગટને તેને કેક કાપવામાં મદદ કરી હતી. બેરિંગટને કેક હાથમાં પકડી હતી અને બાબરે કાપી હતી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે બાબર આઝમે કેક કાપી ત્યારે કોઈ કેપ્ટન તેમની પાસે આવ્યો ન હતો. પરંતુ જ્યારે તમામ ખેલાડીઓ કોન્ફરન્સ પૂરી કરીને બહાર આવ્યા ત્યારે બાબર આઝમે ફરી એકવાર કેક કાપી હતી. આ દરમિયાન તમામ ટીમના કેપ્ટનોએ તાળીઓ પાડીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ICCની સાથે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ તેનો વીડિયો શેર કર્યો છે. આ કેક કટિંગના કાર્યક્રમમાં ભારતીય કપ્તાન રોહિત શર્મા પણ હાજર રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Pakistan Cricket (@therealpcb)

તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ કેક ડબલ માળની છે અને તે પાકિસ્તાનની ટીમની જર્સીના લીલા રંગથી બનાવવામાં આવી છે. કેકની ટોચ પર ક્રિકેટની પીચ દેખાય છે, જેમાં બંને બાજુ સ્ટમ્પ છે. તસ્વીરમાં બાબર સાથે નામીબિયા, આયર્લેન્ડ, યુએઈ અને નેધરલેન્ડ ટીમના કેપ્ટન જોવા મળી રહ્યા છે.

Niraj Patel