બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણી ભૂતકાળમાં સચોટ સાબિત થઈ. જેમ-જેમ વર્ષ 2024 સમાપ્ત થઈ રહ્યું છે, તેમ-તેમ આ વર્ષ સંબંધિત તેમની ઘણી આગાહીઓ ફરી એકવાર સાચી સાબિત થઈ રહી છે. તેમાંની જો એક ભવિષ્યવાણી સાચી પડશે તો દુનિયામાં વિનાશ સર્જાશે. દેશ-દુનિયામાં ભવિષ્યમાં શું થવાનું છે તેની જ્યારે પણ વાત કરવામાં આવે, ત્યારે બે લોકોના નામ સૌથી પહેલા દિમાગમાં આવે છે. એક નાસ્ત્રેદમસ અને બીજા બાબા વેંગા.
આર્થિક સંકટની ભવિષ્યવાણી
બાબા વેંગા બલ્ગેરિયામાં રહેતા હતા. તેઓ આંખોથી અંધ હતા, પરંતુ આવનારા દિવસો વિશેની તેમની ઘણી આગાહીઓ સચોટ સાબિત થઈ. બાબા વેંગાનું 1996માં નિધન થયું હતું, પરંતુ તેમની ભવિષ્યવાણી સાચી માનવામાં આવે છે. બાબા વેંગાએ 2024માં વૈશ્વિક આર્થિક સંકટની ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભૌગોલિક રાજકીય દળોમાં પરિવર્તન અને વધતા દેવાને કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ થશે. આજના સમયમાં તેમની ભવિષ્યવાણી સાચી પડતી જોવા મળી રહી છે. વધતી જતી મોંઘવારી, છટણી અને ઊંચા વ્યાજ દરોના લીધે દુનિયાની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. વૈશ્વિક નાણાકીય અસ્થિરતાની આશંકા પેદા થઈ છે.
આગ ઓકતી ગરમીની આગાહી
બાબા વેંગાએ જળવાયુ પરિવર્તન વિશે ભવિષ્યવાણી કરી હતી, જે 2024માં સાચી સાબિત થઈ રહી છે. વધતા તાપમાન અને સતત બગડતા હવામાને દુનિયાને જળવાયુ સંકટની વાસ્તવિકતાનો સામનો કરવા મજબૂર કરી નાખ્યા હતા. 2024 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બનવા જઈ રહ્યું છે. આ વધતા તાપમાને દુનિયાના નેતાઓ અને વૈજ્ઞાનિકોને તાત્કાલિક પગલાં લેવા મજબૂર કરી નાખ્યા છે.
કેન્સરની સારવાર
બાબા વેંગાએ 2024માં મેડિકલ ક્ષેત્રે મોટી પ્રગતિની પણ ભવિષ્યવાણી પણ કરી હતી. રશિયાએ એક રસી બનાવવાનો દાવો કર્યો છે, જે કેન્સરની ગાંઠની સારવારમાં મદદ કરી શકે છે. હાલમાં સર્વાઇકલ કેન્સરની સારવારમાં એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. બીજી તરફ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ મુજબ, INTERLACE ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે પ્રમાણભૂત સારવાર પહેલા કિમોથેરાપીના શોર્ટ કોર્સ મૃત્યુનું જોખમ 40% ઘટાડી શકે છે. આ ઉપરાંત, કેન્સર ફરીથી થવાનું જોખમ પણ 35% ઘટ્યું છે. આ શોધને કેન્સરની સારવારમાં સૌથી મોટી પ્રગતિ માનવામાં આવે છે.
બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી
આ સિવાય બાબા વેંગાની કેટલીક ભવિષ્યવાણી ભયાનક પણ છે. તેમણે 2024માં શક્તિશાળી દેશ દ્વારા જૈવિક શસ્ત્રોના ઉપયોગની આગાહી કરી હતી. જો કે હજુ સુધી આવો કોઈ કિસ્સો સામે આવ્યો નથી, પરંતુ યુદ્ધ અને નવી ટેકનોલોજીના જોખમો હંમેશા રહે છે. જો આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે તો દુનિયા બરબાદ થઈ શકે છે.