ભવિષ્યવક્તા બાબા વેંગાની આ 4 ભવિષ્યવાણી ઉપર અટકી છે લોકોની નજર, શું 2022માં થશે સાચી ? 6 માંથી 2 પડી છે સાચી, લોકોમાં ફેલાયો ભય

ફ્રેન્ચ ભવિષ્યવક્તા નોસ્ટ્રાડેમસની જેમ બલ્ગેરિયામાં બાબા વેંગા નામના પ્રસિદ્ધ ભવિષ્યવકત્તા હતા. તે અંધ હતી અને દુનિયાને જોઈ શકતી ન હતી, પરંતુ તેણે દુનિયા વિશે એવી ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જે સાચી પડી. આ જ કારણ છે કે આ દુનિયા છોડ્યા પછી પણ તે ચર્ચામાં રહે છે. તેમણે તેમના અનુયાયીઓને આગાહીઓ વિશે જણાવ્યું અને તેમના અનુયાયીઓ દર વર્ષે તેમના દ્વારા કરવામાં આવતી આગાહીઓ વિશે જણાવતા આવ્યા છે. વર્ષ 2022 માટે પણ બાબા વેંગાએ 6 મોટી ભવિષ્યવાણીઓ કરી હતી અને તેમાંથી 2 સાચી પડી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ વર્ષ માટે તેમણે આગાહી કરી હતી કે ઘણા એશિયન દેશો અને ઑસ્ટ્રેલિયા “પૂરના ગંભીર હુમલાઓ” થી પ્રભાવિત થશે. એવું લાગે છે કે આ આગાહી સંપૂર્ણપણે સચોટ છે, કારણ કે આ વર્ષે દેશોમાં ભારે વરસાદ થયો છે. બાંગ્લાદેશ, ભારતનો ઉત્તર-પૂર્વ ભાગ અને થાઈલેન્ડ જેવા દેશો પણ આ પૂરથી પ્રભાવિત થયા છે.

બાબા વેંગાએ એવું પણ સૂચન કર્યું હતું કે દુષ્કાળના પરિણામે શહેરો પાણીની અછતથી પ્રભાવિત થશે. યુરોપમાં પણ આવું જ ચાલી રહ્યું છે. ન્યૂઝ કોર્પ અહેવાલ મુજબ પોર્ટુગલે તેના નાગરિકોને તેમના પાણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા કહ્યું છે અને ઇટાલી હાલમાં 1950ના દાયકા પછીના તેના સૌથી ખરાબ દુષ્કાળમાંથી પસાર થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં તેની બે આગાહીઓ સાચી પડી છે.

આ આગાહીઓ ઉપરાંત બાબા વેંગાએ એમ પણ કહ્યું કે આ વર્ષે સાઇબિરીયાથી એક નવો જીવલેણ વાયરસ, એલિયન એટેક, તીડનો હુમલો અને વર્ચ્યુઅલ રિયાલિટીના ઉપયોગમાં વધારો પણ આવશે. 1911માં બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગાએ 12 વર્ષની ઉંમરે એક મોટા તોફાન દરમિયાન રહસ્યમય રીતે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર તોફાનના કારણે તેની આંખો રેતી અને ધૂળથી ભરાઈ ગઈ હતી, જેના કારણે તે જોવામાં નિષ્ફળ ગઈ. બદલામાં તેઓને ભવિષ્ય જોવાની શક્તિ મળી. તેનો પરિવાર ઘણો ગરીબ હતો અને તેના કારણે તેની પાસે સારવાર માટે પણ પૈસા નહોતા.

Niraj Patel