વર્ષ 2023ની ભારતને લઈને બાબા વેન્ગાની ધ્રુજાવી દેનારી ભવિષ્યવાણી, જો સાચી સાબિત થઇ ગઈ તો મચી જશે જોરદાર તબાહી, જુઓ શું કહ્યું હતું ?

ભારત માટે બાબા વેન્ગાની આ ભવિષ્યવાણી જો સાચી સાબિત થઇ તો મચશે મોટી તબાહી, જુઓ 2023ને લઈને તેમને શું કહ્યું હતું ?

કેટલાય ભવિષ્યવક્તાઓ દ્વારા દુનિયાને લઈને કેટલી બધી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. જેમાંથી ઘણી ભવિષ્યવાણી સાચી પણ પડી છે. એવા જ એક ભવિષ્યવક્તા તરીકે બાબા વેન્ગા પણ જાણીતા છે. જેમની અત્યાર સુધીમાં ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી પડી ચુકી છે અને હજુ આવનારા સમયની પણ તેમની ભવિષ્યવાણીઓને લઈને લોકોમાં પણ ફફડાટ છે.

બાબા વાંગાએ વર્ષ 2023 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. જો તેમની આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે તો પૃથ્વી પર આપત્તિ આવી શકે છે. બલ્ગેરિયાના અંધ બાબા વેંગાને બાલ્કન પ્રદેશનો નોસ્ટ્રાડેમસ કહેવામાં આવે છે. બાબા વેન્ગાએ 12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી.

તાજેતરમાં, તુર્કી અને સીરિયામાં ભૂકંપોએ ભારે તબાહી મચાવી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે એશિયામાં પણ આવો જ ભૂકંપ આવી શકે છે. ભારતને લઈને પણ મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. બાબા વેંગાએ આની આગાહી કરી છે. બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. તેમણે વર્ષ 2023 માટે ભારતની આગાહી કરી હતી. જો આ વાત સાચી ઠરશે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

(પ્રતીકાત્મક તસવીર)

નેધરલેન્ડના સંશોધક ફ્રેન્ક હુગરબીટ્સે તુર્કી અને સીરિયાની આસપાસના વિસ્તારોમાં ભૂકંપની આગાહી કરી હતી જે સાચી સાબિત થઈ છે. બાબા વેંગાએ પણ કુદરતી આફતોની આગાહી કરી હતી. બાબા વેંગાએ વર્ષ 2023માં પણ ઘણી ભયાનક કુદરતી આફતો આવવાની આગાહી કરી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

ફ્રેન્ક હૂગરબીટ્સ ભારત વિશે આગાહી કરે છે. તેમનું કહેવું છે કે ભારત-અફઘાનિસ્તાન-પાકિસ્તાનને પણ મોટા ભૂકંપનો સામનો કરવો પડી શકે છે. બાબા વેંગાએ ભારત સહિત ઘણા એશિયાઈ દેશો વિશે પણ આવી ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે કોઈ એશિયાઈ દેશમાં પરમાણુ વિસ્ફોટ થશે. જેના કારણે ભારતમાં મોટું નુકસાન થઈ શકે છે.

(પ્રતીકાત્મક તસવીર)

બાબા વેંગાની આગાહી અનુસાર, એક ભૂસ્તરશાસ્ત્રીય ઘટના બનશે, જેના કારણે પૃથ્વીની ભ્રમણકક્ષા બદલાશે. આ ઘટનાને કારણે લાખો લોકોના મોત થશે. તેમણે દાવો કર્યો હતો કે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફારને કારણે ભયંકર ભૂકંપ આવશે. હવે એવી ચિંતા છે કે આ ભૂકંપ ક્યાં દેશમાં આવશે. બાબા વેંગાએ કહ્યું કે વર્ષ 2023માં સૌર સુનામી પણ આવશે.

Niraj Patel