વર્ષ 2022ને લઈને બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણીઓમાંથી 2 ભવિષ્યવાણીઓ થઇ ચુકી છે સાચી, હજુ પણ 4 ભવિષ્યવાણીને લઈને લોકોમાં ફફડાટ

દુનિયામાં એકથી એક ચડિયાતા ભવિષ્યવક્તાઓ થઇ ગયા છે. જેઓ પોતાની ભવિષ્યવાણીઓને કારણે આખી દુનિયામાં જાણીતા બન્યા છે. દુનિયાના સૌથી પ્રખ્યાત ભવિષ્યવક્તાની વાત કરીએ તો સૌની જીભ પર સૌથી પહેલા એક જ નામ આવે છે, તે છે ‘બાબા વેંગા’. પોતાની ભવિષ્યવાણીઓને કારણે દુનિયામાં પ્રખ્યાત થયેલા બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ પરંતુ ઘણી ખોટી પણ સાબિત થઈ.

તેણીએ તેના અનુયાયીઓને 5079 સુધીની આગાહીઓ આપી હતી. બાબા વેંગાને “બાલ્કન્સનો નોસ્ટ્રાડેમસ” કહેવામાં આવે છે. તેમણે 2022 માટે કરેલી આગાહીઓમાંથી બે આગાહીઓ લગભગ સાચી પડી છે. ધ મિરર અનુસાર, બાબા વેંગાએ એવો પણ દાવો કર્યો હતો કે 2022માં કેટલાક દેશો પાણીની અછતથી પરેશાન થશે.

ત્યારે પોર્ટુગલ અને ઇટાલી જેવા દેશોએ તેમના લોકોને પાણીનો ઉપયોગ ઓછો કરવા કહ્યું છે. દેશ હાલમાં 1950 પછીનો સૌથી ખરાબ દુષ્કાળ અનુભવી રહ્યો છે. આ ઉરપટ ઇટાલી પણ 1950 ના દાયકા પછીના સૌથી ખરાબ દુષ્કાળમાંથી પસાર થઈ રહ્યું છે. બાબા વેંગાએ એવી પણ આગાહી કરી હતી કે 2022માં એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયાના ભાગોમાં પૂર જેવી સ્થિતિ, ભૂકંપ અને સુનામી આવશે.

ત્યારે એ પણ જાણીતું છે કે ભારે વરસાદ અને પૂરે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે વિનાશ વેર્યો હતો. બાંગ્લાદેશ, ભારતનો ઉત્તર-પૂર્વ ભાગ અને થાઈલેન્ડ પણ પૂરથી પ્રભાવિત થયા છે. એવું લાગે છે કે આ આગાહી પણ સંપૂર્ણપણે સાચી સાબિત થઈ છે કારણ કે આ દેશોમાં આ વર્ષે ભારે વરસાદ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Enoch Ancient (@enoch.ancient)


સમગ્ર વિશ્વમાં તેમની આગાહીઓ માટે પ્રખ્યાત બાબા વેંગા એક ફકીર હતી. જે  તેમની આંખોથી જોઈ શકતી નહોતી. તે બલ્ગેરિયાની રહેવાસી હતી અને તેમણે આવી ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જે સાચી સાબિત થઈ હતી. તેમનો જન્મ 1911માં થયો હતો અને 12 વર્ષની ઉંમરે તેમની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. મળતી માહિતી મુજબ, તેમની 85 ટકા ભવિષ્યવાણીઓ સાચી પડી છે, પરંતુ તેમના ઘણા દાવા પણ ખોટા સાબિત થયા છે.

Niraj Patel