કેન્સર, આતંકવાદ, સાઇબર એટેક… 2024ને લઇને બાબા વેંગાએ કરી છે ડરામણી ભવિષ્યવાણીઓ

સાચી પડી ચૂકી છે બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ, 2024માં થઇ તો મચી જશે તબાહી.. 2024 માટે આ 5 ભવિષ્યવાણી

Baba Venga Prediction: વર્ષ 2024 આવવામાં બસ હવે થોડા જ દિવસો છે, ત્યાં નવા વર્ષમાં શું થવાનું છે તે જાણવા માટે બધા ઉત્સુક રહેતા હોય છે. નવું વર્ષ આવવાની તૈયારીમાં જ બાબા વેંગાની ભવિષ્યવાણીઓની ચર્ચા તેજ થઇ જાય છે. બુલ્ગારિયાની મહિલા ભવિષ્યવક્તા બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણી સાચી સાબિત થઇ છે.

એવામાં વર્ષ 2024ને લઇને પણ તેમણે ભવિષ્યવાણી કરી છે, જે ખુશીઓ સાથે સંકટનો દૌર પણ લઇને આવશે. જણાવી દઈએ કે બાબા વેંગાનો જન્મ 3 ઓક્ટોબર, 1911ના રોજ બલ્ગેરિયામાં થયો હતો. બાળપણમાં જ તેણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. તેણે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જે સમય જતાં સાચી સાબિત થઈ.

પુતિન પર ચોંકાવનારી વાત – નવા વર્ષમાં બાબા વેંગાની સૌથી ચોંકાવનારી ભવિષ્યવાણી અનુસાર, 2024માં રુસના રાષ્ટ્રપતિ પુતિનનું મોત થઇ શકે છે અને તેમની મોતનું કારણ હત્યા હશે. કથિત રીતે એ જણાવવામાં આવ્યુ છે કે પુતિનને લઇને આ સાજિશમાં રુસી નાગરિક જ જવાબાદાર હશે.

કેન્સરને લઇને ખુશી – બાબા વેંગાની ભવિષ્યવાણીઓ મોટાભાગની ડરામણી હોય છે પરંતુ વર્ષ 2024માં કેન્સરની સારવાર શક્ય બનશે તેવી ભવિષ્યવાણી બાબા વેંગા દ્વારા કરવામાં આવી છે. બાબા વેંગાની ભવિષ્યવાણી પ્રમાણે કેન્સર અને અલ્ઝાઈમર જેવી ખતરનાક બીમારીની સારવાર મળી શકે છે. આવી સ્થિતિમાં આ લોકો માટે આશાના કિરણ સમાન છે.

સાયબર એટેક – બાબા વેંગાની ત્રીજી ભવિષ્યવાણી ડિજિટલ દુનિયા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બાબા વેંગાએ વર્ષ 2024માં સાયબર હુમલામાં વધારો થવાની આગાહી કરી છે. તેમના મતે, સાયબર હેકર્સ પાવર ગ્રીડ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા જટિલ માળખા પર હુમલો કરી શકે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે.

આતંકવાદ ફેલાશે – વર્ષ 2024 માટે આતંકવાદને લઈને બાબા વેંગાની ભવિષ્યવાણી ડરામણી છે. વેંગાના મતે વિશ્વનો એક મોટો દેશ આગામી વર્ષોમાં જૈવિક હથિયારોનું પરીક્ષણ કરી શકે છે. તેના કારણે આતંકવાદ વધવાની આશંકા છે.

આર્થિક સંકટ – બાબા વેંગાની ભવિષ્યવાણી કહે છે કે પશ્ચિમથી પૂર્વમાં વધતા તણાવ, યુદ્ધ અને સત્તા પરિવર્તનને કારણે વિશ્વ આર્થિક સંકટનો સામનો કરશે.

Shah Jina