બાબા વેન્ગાએ કરી આવનાર વર્ષને લઈને એવી ખતરનાક ભવિષ્યવાણી કે સાંભળીને જ થરથર કંપવા લાગશો, જુઓ શું કહ્યું ?

છેલ્લા બે વર્ષ કોરોનાએ ભારે તબાહી મચાવી દીધી, ઘણા લોકો આ કોરોનાની ચપેટમાં મુર્ત્યું પામ્યા, જ્યાં 2020નું વર્ષ પૂર્ણ થઈ રહ્યું હતું ત્યારે લોકોને 2021 પાસે અઢળક આશાઓ હતી, પરંતુ લોકોની આશાઓ ઉપર 2021માં પણ પાણી ફરી વળ્યું ત્યારે હવે થોડા જ દિવસોમાં 2021 પણ પૂર્ણ થશે અને 2022ની શરૂઆત થશે.

ત્યારે હવે 2022ને લઈને પ્રસિદ્ધ ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણીઓ પણ સામે આવી રહી છે. બુલ્ગારિયામાં રહેવા વાળા નેત્રહીન વાન્ગેલિયા પાંડવા ગુસટેરોવ યરફે બાબા વેન્ગાએ પણ એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. કહેવાય છે કે આંખોની રોશની ના હોવા છતાં પણ બાબા વેન્ગા આવનારા ભવિષ્યને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે તેમની ઘણી ભવિષ્યવાણીઓ પણ સાચી પડી છે.

ત્યારે વેન્ગા બાબાના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં દુનિયાની અંદર પાણીનું સંકટ વધવાનું છે. ઘણા શહેરોમાં પીવાના પાણીની તકલીફ થઇ જશે. નદીઓનું પાણી પણ દુષિત થઇ જશે અને ઝરણાં તળાવ પણ સુકાતા જશે. પાણીની અછતના કારણે લોકો બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટે મજબુર બની જશે.

તેમની ભવિષ્યવાણી પ્રમાણે આ વર્ષે લોકો મોબાઈલ, લેપટોપ અને કમ્યુટર ઉપર વધારે સમય વીતાવશે. તેમની આ આદત ધીમે ધીમે તેમની લત બની જશે જેના કારણે લોકોની માનસિક સ્થિતિ પણ બગડશે અને દિમાગી રૂપથી બીમાર થતા જશે. દુનિયામાં વધી રહેલા ગ્લોબલ વૉર્મિંગ આ વર્ષે પ્રલયકારી સાબિત થશે.

વોર્મિંગના કારણે રૂસના સાયબીરિયા વિસ્તારમાં બરફ ઓગળવા લાગશે, જેનાથી વૈજ્ઞાનિકોની ટીમ એક ઘાતક વાયરસની શોધ કરશે. આ વાયરસ બહુ જ સંક્રામક હશે અને ઝડપથી ફેલાવવા લાગશે. આ સંક્ર્મણનો સામનો કરવામાં દુનિયાના તમામ પ્રયાસો પણ ફેલ થઇ જશે.

ભારત ઉપર પણ ગ્લોબલ વૉર્મિંગની અસર પડશે. જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન લગભગ 50 ડિગ્રી સેલેસીયસની આસપાસ પહોંચી જશે. તાપમાન વધવાના કારણે તીડની ઉપજ પણ વધશે અને તે કરોડોની સંખ્યામાં લીલાછમ વિસ્તારોને નષ્ટ બનાવી દેશે. જેના કારણે દેશમાં દુકાળ પેદા થશે.

વેન્ગા બાબાના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં દુનિયામાં ભૂકંપ અને સુનામીનો ખતરો વધશે. હિન્દ મહાસાગરમાં ભૂકંપ બાદ એકક મોટી સુનામી ઉઠશે, જે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત સમેત દુનિયાના દેશોના તટીય વિસ્તારોને પોતાની ચપેટમાં લેશે. આ સુનામીમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવશે.

Niraj Patel