કોંગ્રેસ નેતા બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટી ઘણી ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેમણે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ સ્ટાર્સે હાજરી આપી હતી. દર વખતની જેમ આ પાર્ટીમાં સલમાન ખાન પણ પહોંચ્યો હતો. આ ઈફ્તાર પાર્ટીના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પરંતુ એક વીડિયો સામે આવ્યો છે, જે હાલ હેડલાઇન્સ બનાવી રહ્યો છે. વીડિયોમાં બાબા સિદ્દીકી સલમાન ખાનના ગાલ પર કિસ કરતા જોવા મળી રહ્યા છે. પાર્ટી પૂરી થયા પછી બાબા સિદ્દીકી સલમાન ખાનને બહાર મૂકવા આવે છે.
આ પછી સલમાન પોતાની કારમાં બેસી જાય છે અને બાબા સિદ્દીકી ગળે મળીને તેના ગાલ પર કિસ કરવા લાગે છે. આ દરમિયાન સલમાન ખાન હસીને બાબા સિદ્દીકીને પોતાનાથી દૂર કરવાનો પ્રયાસ કરે છે. બાબા સિદ્દીકી અને સલમાન ખાનનો આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. બાબા સિદ્દીકીના આ કૃત્ય બાદ સલમાન હસીને તેને પોતાનાથી દૂર કરી દે છે. આ વીડિયોમાં સલમાન ભલે હસતો હોય, પરંતુ તેની બોડી લેંગ્વેજ જોઈને કહી શકાય કે તેને આ ગમ્યું નથી.
વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “આટલું જ જોવાનું બાકી હતું”. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે, “બાબા સસ્તો નશો કરીને આવી ગયો”. આ રીતે લોકો આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં શાહરૂખ ખાન પણ પહોંચ્યો હતો.
View this post on Instagram
પાર્ટીમાં સલમાન ખાન બ્લેક શર્ટ અને ડેનિમ જીન્સમાં જોવા મળ્યો હતો. તે જ સમયે શાહરૂખ ખાન કાળા કુર્તા-પાયજામામાં આવ્યો હતો. સલમાન ખાન અને શાહરૂખ ખાન બાબા સિદ્દીકીના ખૂબ જ નજીકના મિત્રો છે. દર વર્ષે બંને સુપરસ્ટાર બાબા સિદ્દીકની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપે છે.
View this post on Instagram
ખાસ વાત એ છે કે બાબા સિદ્દીકી પોતે બંને સ્ટાર્સને રિસીવ કરવા અને સી ઓફ કરવા જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાબા સિદ્દીકીએ સલમાન ખાન અને શાહરૂખ વચ્ચે વર્ષોથી ચાલી રહેલા વિવાદનો અંત લાવી દીધો હતો. આ પછી બંને સ્ટાર્સ ખૂબ સારા મિત્રો બની ગયા.