ફિલ્મી દુનિયા

ડ્રગ્સ મામલે બાબા રામદેવે બોલીવુડના સિતારાઓને બતાવ્યા નશેડી, કહ્યું કે- સુશાંતને જબરદસ્ત આપવામાં આવ્યો નશો

સુશાંતના મોત મામલે બોલીવુડના સિતારાઓ સહીત દેશની મોટી-મોટી હસ્તીઓ તેની પ્રતિક્રિયા આપી ચુક્યા છે. સુશાંતના મામલે હવે બાબા રામદેવ પણ સામે આવ્યા છે.

Image source

બાબા રામદેવે હાલમાં જ એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન, ડ્રગ્સ અને દુષ્પભાવ વિશે જણાવ્યું હતું. આ સાથે જ સુશાંત કેસમાં ડ્રગ્સ લેણદેણમાં આરોપી વિષે મોટી વાત કહી દીધી હતી. બાબા રામદેવે બૉલીવુડ સિતારાઓ માટે કહ્યું હતું કે, આ નશેડી છે. આ બ્રાન્ડ નથી. આ એક પ્રકારના નશામાં જીવનાર કીડા છે. તેને કોણ પોતાના આદર્શ માને ?

Image source

બાબા રામદેવે વધુમાં કહ્યું હતું કે, આજે સુશાંત જેવો હોનહાર યુવક આપણી વચ્ચે નથી રહ્યો. જેનું કારણ જબરદસ્ત નશો છે. તે યુવક નશો અને આત્મહત્યા કરી શકતો નથી. સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબુર કરવામાં આવ્યો છે અથવા તો તેની આત્મહત્યા કરી દેવામાં આવી છે. મને કોઈ ભાંગ ખવડાવીને દેખાડો, કોઈ ગાંજો પીવડાવીને દેખાડો, હું નશો નથી કરી શકતો. દેશનો હોનહાર યુવક નશો નથી કરી શકતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

બાબા રામદેવે વધુમાં કહ્યું હતું કે, એક યુવક નશો અને આત્મહત્યા કેવી રીતે કરી શકે છે ? આ એક મોટો ચક્રવ્યૂહ છે. યુવક- યુવતીઓ ફસાઈને બરબાદ કરવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે, આ યુવક આગળ વધી રહ્યો છે તેને દારૂ પીવડાવો, ગુટખા ખવડાવો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ 14 જૂનના રોજ મુંબઈના બાંદ્રામાંથી મળ્યો હતો. અચાનક મોતથી બધા લોકો જ હેરાન થઇ ગયા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.