ખબર

BIG NEWS: જાણો કોણે બાબા રામદેવને 1000 કરોડની નોટિસ ફટકારી

યોગગુરુ બાબા રામદેવને ઇંડિયન મેડિકલ એસોસિએશન IMA ઉત્તરાખંડે 1000 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ મોકલી છે. આ નોટિસમાં બાબા રામદેવથી વિવાદિત નિવેદન પર સ્પષ્ટતા આપવાનો વીડિયો જારી કરી અને IMAથી 15 દિવસની અંદર લેખિત માફી માંગવાનુ કહ્યુ છે. આવું ના કરવા પર તેમને 1 હજાર કરોડ રૂપિયાનો માનહાનિ કેસ કરવાની ધમકી આપવામાં આવી છે.

નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે, જો રામદેવ 15 દિવસની અંદર ખંડન વીડિયો અને લેખિત માફી માંગતા નથી તો તેમનાથી 1000 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવશે. આ ઉપરાંત રામદેવથી 72 કલાકની અંદર કોરોનિલ કિટની ભ્રામક જાહેરાતને બધી જગ્યાએથી હટાવવા માટે કહેવામાં આવ્યુ છે. જયાં એ દાવો કરવામાં આવ્યો છે કે કોરોનિલ કોવિડ વેક્સિન બાદ થનાર સાઇડ ઇફેક્ટ પર પ્રભાવી છે.

IMA ઉત્તરાખંડ સચિવ ડો. અજય ખન્નાનું કહેવુ છે કે, તે બાબા રામદેવથી સામે બેસીને સવાલ જવાબ કરવા તૈયાર છે. બાબા રામદેવને એલોપૈતી વિશે થોડુ પણ જ્ઞાન નથી. તે છત્તાં તે તેનાથી જોડાયેલ ડોક્ટર વિરૂદ્ધ અનર્ગલ નિવેદન કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, તેનાથી દિવસ રાત કોરોના દર્દીઓની સેવામાં જોડાયેલ ડોક્ટરોનું મનોબળ ઘટી રહ્યુ છે. બાબા રામદેવ હંમેશાથી બીમારીઓ અને તેની સારવારને લઇને અવૈજ્ઞાનિક દાવાઓ કરે છે. જો આવુ છે તો તેમને આ શોધ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવવો જોઇએ.

ડો.ખન્નાએ કહ્યુ કે, રામદેવ તેમની દવાઓને વેચવા માટે સતત જૂઠ્ઠુ ફેલાવી રહ્યા છે. બાબાએ કહ્યુ કે, તેમણે આપણી હોસ્પિટલોમાં તેમની દવાઓનું ટ્રાયલ કર્યુ છે. અમે તેમને પૂછ્યુ કે, હોસ્પિટલનું નામ જણાવો તો તે જણાવી ના શક્યા. કોરોનાની સારવારમાં જોડાયેલ ડોક્ટર વિરૂદ્ધ આવી રીતની ટિપ્પણીથી લોકોમાં પણ બાબા પ્રતિ ગુસ્સો છે. તેમણે કહ્યુ કે, સરકાર તેમના વિરૂદ્ધ મહામારી એક્ટમાં કાર્યવાહી નહી કરે તો IMA હરિદ્વારમાં તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરાવવામાં આવશે.

યોગગુરુ રામદેવે એલોપૈથી પર આપેલ વિવાદિત નિવેદન પાછુ લઇ લીધા બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA અને ફાર્મા કંપનીઓને 25 સવાલ પૂછ્યા છે. રામદેવના આ સવાલોની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઇ રહી છે. સોમવારે રાત્રે આ સવાલોને લઇને સમાચાર ચેનલો પર IMAના સભ્ય અને રામદેવ વચ્ચે ચર્ચા પણ થઇ હતી.

રામદેવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બાબા રામદેવ બોલી રહ્યા છે કે, કોઇના બાપમાં દમ નથી જે રામદેવને અરેસ્ટ કરી શકે. સોશિયલ મીડિયાા પર શોર મચાવે છે કે, અરેસ્ટ કરો, કયારેક કંઇ ચલાવે છે અને કયારેક કંઇક બીજુ. કયારેક ચલાવે છે ઠગ રામદેવ, કયારેક મહાઠગ રામદેવ, અરેસ્ટ રામદેવ કેટલાક લોકો ચલાવે છે ચલાવવા દો તેમને.

સોશિયલ મીડિયા પર #arrestbabaramdev ટ્રેંડ થવા પર એક ઓનલાઇન મીટીંગ દરમિયાન બાબા રામદેવે આ નિવેદન આપ્યુ હતુ, વીડિયો વાયરલ થઇ રહ્યો છે જો કે, આ વીડિયોની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતુ નથી.