સોશિયલ મીડિયા દ્વારા રાતો રાત ફેમસ થઇ ગયેલા “બાબા કા ઢાબા” ઘણું જ ચર્ચામાં રહ્યું, સોશિયલ મીડિયામાં તે વાયરલ થવા બાદ ઘણા લોકો તેમની મદદ માટે આગળ આવ્યા, અને હવે બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદે પોતાનું નવું રેસ્ટોરન્ટ શરૂ કરી દીધું છે, જેની તસવીરો પણ સામે આવી છે.

માલવીય નગરમાં આજે બાબા કા ઢાબાના નવા રેસ્ટોરન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. જોકે રેસ્ટોરન્ટ સાથે જૂનું ધાબુ પણ ચાલુ જ રહેશે. સોશિયલ મીડિયામાં બાબા કા ઢાબા ગૌરવ વાસન નામના યુટ્યુબર દ્વારા વાયરલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાંતા પ્રસાદે તેની પર પૈસા હેરાફેરી કરવાનો આરોપ પણ મુક્યો હતો.

પરંતુ હાલ નવા રેસ્ટોરન્ટના ઓપનિંગ પ્રસંગે કાંતા પ્રસાદે જણાવ્યું હતું કે ગૌરવ સાથે તેમને કોઈ મનમોટાવ નથી. તે તેમના રેસ્ટોરન્ટમાં આવી શકે છે. તેના કારણે જ તે અહીંયા સુધી પહોંચ્યા છે. નવા રેસ્ટોરન્ટના ઓપનિંગ પ્રસંગે કાંતા પ્રસાદની આંખોમાંથી આંસુઓ પણ છલકી ઉઠ્યા હતા.

બાબા કાંતા પ્રસાદના આ નવા રેસ્ટોરન્ટની સામે આવેલી તસ્વીરમાં બાબા એક આરામ ખુરશીમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. આ નવા રેસ્ટોરન્ટમાં આદુનિક ફર્નિચર અને મદદ માટેના સ્તાનિ પણ વ્યવસ્થા છે. આ રેસ્ટોરન્ટમાં સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવ્યા છે.

આ રેસ્ટોરન્ટની અંદર એક અલગ કાઉન્ટર પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં કાંતા પ્રસાદ શાનથી બેસસે, જમવાનું બનાવવાની સાથે તે હિસાબ પણ જોશે. તેમના આ નવા રેસ્ટોરન્ટની અંદર રસોડું પણ ઘણું જ મોટું છે. જમવાનું બાબા જ બનાવશે, પરંતુ મદદ માટે તેમને હેલ્પર પણ રાખ્યા છે. બાબાએ સરનામું જરૂર બદલ્યું છે પરંતુ મેનુ અને જમવાના ભાવ સરખા જ રાખવામાં આવ્યા છે. બાબાના આ નવા રેસ્ટોરન્ટ ઉપર પણ લોકોની ભીડ જામવા લાગી છે.
Delhi: Kanta Prasad, the 80-year-old owner of ‘Baba Ka Dhaba’, starts a new restaurant in Malviya Nagar.
“We’re very happy, god has blessed us. I want to thank people for their help, I appeal to them to visit my restaurant. We will serve Indian & Chinese cuisine here,” he says. pic.twitter.com/Rg8YAaJ1zk
— ANI (@ANI) December 21, 2020
ન્યુઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા બાબાએ જણાવ્યું હતું કે “અમે બહુ જ ખુશ છીએ. ભગવાને અમને આશીર્વાદ આપ્યા છે. હું લોકોની મદદ માટે આભાર વ્યક્ત કરું છું. હું તેમને પોતાના રેસ્ટોરન્ટની મુલાકાત લેવા અપીલ કરું છું. અમે અહીંયા ભારતીય અને ચીની વ્યંજન પિરસીશું.”