સમૂહ લગ્નની અંદર નવદંપતીઓને આપવામાં આવ્યું બુલડોઝર? જુઓ કેવા હતા તેમના રિએક્શન, વીડિયો થયો વાયરલ

લગ્નની અંદર ભેટ સોગાદ આપવાના રિવાજો આપણા દેશમાં વર્ષોથી ચાલ્યા આવે છે, અને તેમાં પણ સમૂહ લગ્નની અંદર તો લોકો મન મૂકીને દાન કરતા હોય છે અને નવદંપતીઓને કોઈને કોઈ ભેટ સોગાદ પણ આપતા હોય છે, પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક ખુબ જ દિલચસ્પ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં સમૂહ લગ્નની અંદર નવદંપતીઓને બુલડોઝર ભેટમાં આપવામાં આવી રહ્યું છે.

આ મામલો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશમાંથી. જ્યાં યોગી સરકારની વાપસી બાદ બુલડોઝરનું ચલણ વધી રહ્યું છે. ચૂંટણી બાદ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર દોડે છે તેથી લોકો એકબીજાને ‘બુલડોઝર’ની ભેટ આપી રહ્યા છે. તમે લગ્નમાં વર-કન્યાને અપાતી તમામ ભેટ તો જોઈ જ હશે, પરંતુ હવે ઉત્તર પ્રદેશમાં નવા પરણેલા યુગલોને ‘બાબા કા બુલડોઝર’ આપવામાં આવી રહ્યું છે.

સોમવારે પ્રયાગરાજના સંગમ શહેરમાં ચોરસિયા સમાજે નવ યુગલોના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આ નવદંપતીઓને બુલડોઝરના રૂપમાં પ્લાસ્ટિકનું રમકડું આપવામાં આવ્યું હતું. બીજી તરફ ‘બાબાનું બુલડોઝર’ મળ્યા બાદ નવા કપલ પણ ખૂબ જ ખુશ છે અને કહી રહ્યા છે કે તેઓ ખોટું કામ સહન ન કરે.

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારો અને માફિયાઓ પર તબાહી મચાવી હતી અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં બુલડોઝર બાબાનું વર્ચસ્વ હતું. યોગી સરકાર ફરી સત્તામાં આવી ત્યારે તેની અસર એવી હતી કે લગ્નોમાં ભેટમાં બુલડોઝર આપવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજમાં ચૌરસિયા સમાજના લોકોએ નવ યુગલોના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું.

માફિયાઓ સામેની કાર્યવાહી બાદ હવે બાબાનું બુલડોઝર એક પ્રતીક બની ગયું છે, જેનો દાખલો હવે વર્ષો સુધી આપવામાં આવશે. ફરી કેબિનેટ મંત્રી બનેલા નંદ ગોપાલ ગુપ્તાના પત્ની મેયર અભિલાષા ગુપ્તા નંદી અને કિન્નર અખાડાના મહામંડલેશ્વર સહિત ચૌરસિયા સમાજના અનેક અધિકારીઓ પણ આ સમૂહ લગ્નમાં સામેલ થયા હતા.

Niraj Patel