Baba Giving Harassing Treatment To Women : આજે ભલે દુનિયા ચાંદ પર પહોંચી ગઈ હોય પરંતુ આજે પણ આપણા દેશમાં મોટાભાગના લોકો અંધશ્રદ્ધામાં માનતા હોય છે અને અંધશ્રદ્ધાના કારણે જ તેઓ ઘણીવાર મુસીબતમાં પણ ફસાઈ જતા હોય છે. હવે લોકો અંધશ્રદ્ધામાં માનતા હોય એટલે ઠેર ઠેર રોજ નવા નવા બાબાઓ ઉભા થાય છે અને પેલી કહેવત છેને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે એમ આવેગ અંધશ્રદ્ધાથી પ્રેરિત લોકો એ બાબાનો પ્રચાર કરે છે અને તેમને ઢોંગી બનાવી દે છે. આવા ઘણા ઢોંગી બાબાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થતા હોય છે.
મહિલાઓની છાતી પર હથોડી મારતા બાબા :
ત્યારે હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક બાબા મહિલાઓ સાથે એવી એવી હરકતો કરે છે કે તેને જોઈને કોઈને પણ શરમ આવી જાય. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બાબા સ્ટેજ પર બેઠા છે અને એક પછી એક મહિલાઓ તેમની પાસે સારવાર કરાવવા માટે આવતી હોય છે. ત્યારે પહેલા બાબા એ મહિલાઓના કાનની અંદર ફૂંક મારે છે. એક મહિલાને તો હથોડીથી છાતી પર ફટકા મારતા પણ જોઈ શકાય છે.
બીમારી દૂર કરવા મહિલાઓ આવતી બાબા પાસે :
આ બાબા કોઈ રીતે મહિલાની બીમારી દૂર કરતા હોવાનું દેખાઈ રહ્યું છે. એક મહિલા બાબા પાસે આવે છે અને પોતાની બીમારી જણાવે છે. જેના બાદ બાબા મહિલાના પેટની નીચે હાથથી કઈ કરતા પણ જોઈ શકાય છે. વીડિયોમાં આ બાબા સફેદ કપડામાં જોવા મળી રહ્યા છે અને તે અજીબ રીતે આ મહિલાઓની સારવાર કરી રહ્યા છે. ત્યારે હવે આ બાબાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.
લોકોએ આપી આવી પ્રતિક્રિયા :
આ વીડિયો ક્યાંનો છે અને ક્યાં બાબાનો છે તે હજુ સામે નથી આવ્યું. પરંતુ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને અત્યાર સુધીમાં 28 લાખ કરતા વધારે લોકો જોઈ ચુક્યા છે અને 40 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. આ ઉપરાંત હજારો લોકોએ કોમેન્ટ પણ કરી છે. ઘણા લોકો કોમેન્ટમાં આ બાબાને પાંખડી અને ઢોંગી પણ કહી રહ્યા છે. તો કોઈ આ બાબાને ઠરકી બાબા પણ કહી રહ્યું છે. મોટાભાગના લોકોને બાબાનું આ રીતે મહિલાઓનો ઈલાજ કરવું પસંદ નથી આવ્યું.
View this post on Instagram