BREAKING NEWS: ‘બાબા કા ઢાબા’ના આ વૃદ્ધાએ કરી આત્મહત્યાનો પ્રયાસ, અત્યારે હોસ્પિટલમાં છે…જાણો વિગત

ગયા વર્ષે લોકડાઉનની અંદર ચર્ચામાં આવેલું બાબા કા ઢાબા દુનિયાભરમાં પ્રખ્યાત થઇ ગયું હતું, એક સામાન્ય ઢાબાનો વીડિયો યુટ્યુબર ગૌરવ વાસન  દ્વારા બનાવવામાં આવ્યો અને બાબા કા ઢાબાના માલિક કાંતાપ્રસાદને દુનિયાભરમાંથી મદદ મળવા લાગી. જેના કારણે બાબા કા ઢાબા નામની નાની એવી દુકાનના માલિકે એક નવું રેસ્ટોરન્ટ પણ ઉભું કરી દીધું.

બાબા કા ઢાબા સતત ચર્ચામાં રહ્યું. તેના માલિક કાંતા પ્રસાદે યુટ્યુબર ગૌરવ વાસન વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ પણ દાખલ કરી. હમણાં થોડા દિવસ પહેલા જ બાબા રેસ્ટોરન્ટ બંધ કરી અને પોતાના  જુના બાબા કા ઢાબા ઉપર આવી ગયા હતા.

જેના બાદ તેમને યુટ્યુબર ગૌરવ વાસનની માફી પણ માંગી હતી. જેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો. ત્યારબાદ ગૌરવ તેમના ઢાબા ઉપર આવ્યો અને ત્યારે પણ કાંતા પ્રસાદે ગૌરવના પગમાં પાડીને માફી માંગી હતી, જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ હતી.

હવે ખબર આવી રહી છે કે બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. અને તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. જ્યાં તેમની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે ગુરુવાર રાત્રે પીસીઆરને કોલ આવ્યો હતો કે કોઈએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.

જયારે પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી તો જોયું કે 80 વર્ષીય કાંતા પ્રસાદ છે. કાંતાની પત્ની બાદામા દેવીએ પોલીસને જણાવ્યું કે તેમના પતિ છેલ્લા કેટલાક દિવસથી માનસિક તાણમાં હતા. તેમને ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. જેના કારણે તેમની તબિયત બગડી ગઈ. રિપોર્ટ પ્રમાણે કાંતા પ્રસાદને તરત જ દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે. પોલીસ હવે આ મામલાને આત્મહત્યાના પ્રયાસના નજરિયાથી તપાસ કરી રહી છે.

Niraj Patel