અજબગજબ

સોમનાથમાં આવેલા 1500 વર્ષ જુના બાણસ્તંભનો અનોખો ઇતિહાસ, તમને પણ નહિ ખબર હોય !

સોમનાથ એટલે આસ્થાનું ધામ ,બાર જ્યોતિર્લિંગોમાનું એક જ્યોતિર્લિંગ, જ્યાં વર્ષ દરમિયાન લાખો લોકો દર્શન માટે જતા હોય છે.  સોમનાથ મંદિરના માહાત્મ્ય વિશે તો આપણે સૌ કોઈ જણાએ છીએ, પરંતુ 1500 વર્ષ કરતા પણ વધુ સમયથી સોમનાથ પરિસરમાં ઉભા બાણસ્તંભના ઇતિહાસ વિષે ઘણા જ ઓછા લોકોને ખબર હશે.

Image Source

સોમનથ પરિસરમાં આવેલો આ સ્તંભ એક દિશાદર્શક સ્તંભ છે. તેને બાણસ્તંભનું નામ આપવામાં આવ્યું છે, આ સ્તંભ ઉપર લખેલું છે: ‘आसमुद्रांत दक्षिण ध्रुव, पर्यंत अबाधित ज्योर्तिमार्ग’ જેનો અર્થ છે  “આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં એક પણ અવરોધ કે બાધા નથી આવતી”

Image Source

આ શબદનો મૂળ અર્થ છે કે “આ સીધી રેખામાં કોઈ પર્વત અથવા જમીનનો ટુકડો નથી”  આજે ટેક્નોલોજી વધી ગઈ છે, માણસને શોધખોળ કરવા માટેના ઘણા ઉપકરોનો આજે હાથવગા છે પરંતુ આ બાણસ્તંભ આટલો જૂનો હોવાથી એ સમયની સૂઝણું એક મોટું ઉદાહરણ આપે છે. તેમને એ સમયે એ શોધ્યું હતું કે દક્ષિણ શૂરવં ક્યાં છે અને બાણ સ્તંભની સીધી દિશામાં કોઈ અવરોધ નથી.

Image Source

સોમનાથ મંદિર પરિસરમાં ઉભેલો આ બાણસ્તંભ જ્ઞાન અને વિજ્ઞાનની ઊંડી સમજ પુરી પાડી રહ્યો છે, 1500 વર્ષ પહેલા પણ કોઈ ટેક્નોલોજી વગર શોધનો એક ઉત્તમ નમૂનો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.