મનોરંજન

સુપર હિટ ફિલ્મ બાહુબલીની ‘શિવગામી’ માતાની કારમાંથી ઝડપાયો 100 બોટલ દારૂ, અભિનેત્રી પોલીસ કસ્ટડીમાં?

ફિલ્મ બાહુબલી માં માતા શિવગામીના સ્વરૂપે નામના મેળવનારી સાઉથ અભિનેત્રી રામ્યા કૃષ્ણનની ચોંકાવનારી ખબર સામે આવી છે. મળેલી જાણકારીના આધારે રામ્યાની કાર માંથી પોલીસને દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો છે.

શોધખોળ કરતા રામ્યાની કારમાંથી પોલીસે 96 બિયરની બોટલો અને 8 વાઈનની બોટલો રંગે હાથ પગલી લીધી છે. જેના પછી અભિનેત્રીના કાર ડ્રાઇવરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે જ્યારે કારને ચેકપોસ્ટ પર રોકવામાં આવી ત્યારે રામ્યા અને તેની બહેન વિન્યા સાથે ગાડીમાં જ હતી.

જેના પછી દારૂની સ્મગલિંગ કરવાના આરોપમાં રામ્યાના ડ્રાઈવરની ધરકાપક કરી લેવામાં આવી છે અને રામ્યા અને તેની બહેનને પણ અમુક સમય સુધી પોલીસ કસ્ટડીમાં જ રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે લોકડાઉંનને લીધે જો કે તમિલનાડુના દરેક જિલ્લાઓમાં દારૂની દુકાનો ખોલવામાં આવી હતી. જો કે ચેન્નાઈમાં હજી સુધી દારૂની દુકાનો બંધ સ્થિતિમાં જ છે જેને લીધે લોકો અન્ય જિલ્લાઓમાથી જઈને દારૂની ખરીદી કરી રહ્યા છે.

ફિલ્મ બાહુબલીમાં માતા શિવગામીનો દમદાર અભિનય કરનારી રામ્યા કૃષ્ણનએ સાઉથની સાથે સાથે બોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અમિતાભ બચ્ચન અને ગોવિંદાની ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં રામ્યા અભિનેતાઓ સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી.

રામ્યા કૃષ્ણન બોલીવુડના દીગ્ગજ કલાકારો અનિલ કપૂર, અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, નાના પાટેકર, શાહરુખ ખાન સાથે પણ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.