મનોરંજન

‘તેરી મિટ્ટી’ ગીતથી ફેમસ થયેલા આ ગાયકના ઘરે જલ્દી જ ગૂંજશે કિલકારી, પત્ની સાથે શેર કરી તસ્વીર

ફિલ્મ ‘કેસરી’ માં ‘તેરી મિટ્ટી’ ગીત ગાયેલા ફેમસ ગાયક ‘બી પ્રાક’ ના ઘરે જલ્દી જ નાનું મહેમાન આવવાનું છે. પ્રાકએ પત્ની સાથેની તસ્વીર શેર કરી છે, જેમાં તેનું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે અને બંન્ને રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહ્યા છે.

Image Source

શેર કરેલી તસ્વીરને જોઈને કહી શકાય છે કે તસ્વીર બેબી શાવર સામારોહની છે. બંન્નેએ મેચિંગ સફેદ રંગના કપડા પહેરી રાખ્યા છે અને એક બીજાને ચુંબન કરતો પોઝ બનાવ્યો છે. તસ્વીરની સાથે બી પ્રાકએ કેપ્શનમાં લખ્યું કે,”હે બેબી, મમ્મી પપ્પા તમારી રાહ જોઈ રહ્યા છે”.

Image Source

બી પ્રાકની આ ખુશખબર પર દરેક કોઈ તેને સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવી રહ્યા છે. જેમાં મિકા સિંહ, નૂપુર સેનન, કનિકા કપૂર, ગૌહર ખાન, અલી ગોની જેવા સિતારાઓ શામિલ છે.

Image Source

બી પ્રાક પંજાબી ઈન્ડસ્ટ્રીના જાણીતા ગાયક છે. બોલીવુડમાં તેમણે ફિલ્મ કેસરીમાં તેરી મિટ્ટી ગીતથી દરેકનું દિલ જીતી લીધું છે. બી પ્રાકનું ગીત ખુબ હિટ સાબિત થયું અને દરેકને ખુબ પસંદ આવ્યું છે. આ સિવાય તાજેતરમાં  જ અક્ષય કુમાર અને નૂપુર સેનનના ‘ફિલહાલ’ ને પણ પ્રાકએ જ ગાયું છે.

Image Source

બી પ્રાક અક્ષય કુમારની ઘણી ફિલ્મોમાં પોતાનો અવાજ આપી ચુક્યા છે. બંન્ને વચ્ચે સારી એવી બોન્ડિંગ છે. અક્ષયની ફિલ્મોમાં તેના ગીતો હિટ થતા રહે છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.