દિગ્ગજ સિંગર બ્રી પ્રાક બન્યા પિતા પણ થોડી જ વારમાં આવ્યા ખરાબ સમાચાર, બાળકે પેદા થતા જ તોડ્યો દમ

દુઃખદ: દિગ્ગજ સેલિબ્રિટી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, બાળકનું જન્મ થતા જ થયું મૃત્યુ…પત્ની મીરાની બુધવારે ડિલિવરી….

મનોરંજન જગતમાંથી છેલ્લા કેટલાક સમયથી સારા અને ખરાબ બંને સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં એક ખુશી સાથે દુ:ખના પણ સમાચાર આવ્યા છે. સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર બ્રી પ્રાક બીજી વખત પિતા બન્યા છે. પરંતુ નવજાત બાળકનું પેદા થતા જ મોત થયું હતુ. આ સમયે સિંગરના ઘરમાં ખુશીની જગ્યાએ નિરાશા વ્યાપી ગઇ છે. બી પ્રાક અને તેની પત્ની મીરા બંને બાળકના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ જન્મ પછી તરત જ બાળકનું મોત થયું હતું.

સિંગરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને આ ખરાબ સમાચાર આપ્યા હતા. તેણે આ દુખની ઘડીમાં સિંગર અને તેની પત્નીની ગોપનીયતા જાળવવા વિનંતી કરી છે. બી પ્રાકે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “અત્યંત દુઃખ સાથે અમે જાહેરાત કરી રહ્યા છીએ કે જન્મેલા બાળકનું આ દુનિયામાં આવ્યા પછી તરત જ નિધન થઈ ગયું છે. માતા-પિતા તરીકે અમે અત્યાર સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. અમે તમામનો આભાર માનવા માંગીએ છીએ. ડોકટરો અને સ્ટાફના સભ્યો કે જેમણે પોતાનો જીવ લગાવી દીધો. અમને ટેકો આપ્યો.

અમે બધા અત્યારે અમારા હોશમાં નથી. ખૂબ જ ભાંગી પડ્યા છીએ. અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે અમારી ગોપનીયતા રાખો. તમારી મીરા અને બી પ્રાક.” જણાવી દઇએ કે, બી પ્રાકે વર્ષ 2020માં તેમના પ્રથમ બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યુ હતુ. પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો. બી પ્રાકના લગ્ન વર્ષ 2019માં ચંદીગઢમાં થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by B PRAAK(HIS HIGHNESS) (@bpraak)

હાલમાં જ તેનું નવું ગીત ‘ઈશ્ક નહીં કરતે’ રિલીઝ થયું છે જે બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મીના જન્મદિવસ પર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીતને બી પ્રાકે પોતાનો અવાજ આપ્યો છે. ગીત ખૂબ જ ઈમોશનલ છે. આ ગીતને જાની અને બી પ્રાક દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે.

Shah Jina