ખબર

2011 માં અજમતે સારેગામાપા લિટલ ચેમ્પ્સ જીત્યો હતો, હવે પોતાના અવાજથી નફરત થઇ ગઈ કારણકે ગાવાનું છોડીને નશો…જાણો વિગત

સોની ટીવી પર આવતો રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ -11’ ની શરૂઆત શનિવારથી થઇ ચુકી છે. રિયાલિટી શોનું ઓડિશન પણ ઘણું ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દરમિયાન એક સત્ય સામે આવ્યું હતું. આ વખતે આ શોમાં એક એવો કન્ટેસટન્ટ આવ્યો છે કે જેને જોઈને બધા હેરાન થઇ ગયા હતા. આ શો માં સારેગામા લિટલ ચેમ્પ્સ 2011નો વિનર ચાઈલ્ડ સિંગર અઝમત હુસૈન શોનો હિસ્સો બન્યો હતો.

સારેગામાપા લિટલ ચૈપ્સમાં આઠ વર્ષ પહેલા ધમાલ મચાવનાર અઝમત હુસૈનનો એક વિડીયો હાલમાં બહુજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે ઇન્ડિયન આઇડલના મંચ પર ઓડિશન આપવા પહોંચ્યો હતો. ત્યારે નેહા કક્કર તેને ઓળખી ગઈ હતી. ઇન્ડિયન આઈડલમાં અઝમત હુસૈનને જોઈને બધા લોકો હેરાન થઇ ગયા હતા કારણ કે, 10 વર્ષની ઉંમરમાં અજમતને સૌથી વધુ પ્રસિદ્ધિ સારેગામા લિટલ ચેમ્પ્સથી મળી હતી.આ શો દરમિયાન તેને તેના અવાજથી બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ આ શોની લોકપ્રિયતાની અસર તેની અંગત જિંદગી પર બહુજ ખરાબ પડી હતી. જેનો ખુલાસો તેને ઇન્ડિયન આઇડલ 11ના ઓડિશન દરમિયાન કર્યો હતો.

અજમતે તેના સમય વિષે જણાવ્યું હતું કે, તેની જિંદગી બિલકુલ એવી ના હતી જેવી તેને શો જીત્યા બાદ વિચારી હતી. જયારે જજે પૂછ્યું કે, તેને 8 વર્ષ શું કર્યું ?તેના જવાબમાં અજમતે જણાવ્યું હતું કે, શો જીત્યા બાદ ઘણા શો કર્યા હતા. મને કામ પણ મળવા લાગ્યું હતું પરંતુ તેની જરૂરિયાત પુરી થતી ના હતી.

વધતી ઉંમરને કારણે તેના અવાજમાં બદલાવ આવવા લાગ્યો હતો.તેના કારણે લોકો કહેતા હતા કે, કેવું ગાઈ છે તો ઘણા લોકો એવું પણ કહેતા હતા કે તેનો અવાજ ખરાબ થઇ ગયો છે.

જણાવી દઈએ કે, અજમતે છેલ્લા ત્રણ વર્ષથી સિંગિગથી પુરી રીતે દુર જ થઇ ગયો હતો. કોઈના ગીત પણ સાંભળતો ના હતો.

અજમતે વધુમાં કહ્યું હતું કે, ડિપ્રેશનને કારણે તેને ખરાબ સંગત લાગી જતા તે નશો કરવા લાગ્યો હતો. જે લોકો ઇચ્છતા હતા કે હું બરબાદ થઇ જાઉં તે લોકોએ મને એવો જ બનાવી દીધો હતો. ક્યારેક-ક્યારેક દિલ ગીત ગાવા માટે કહેતું હતું કે, પણ હું મારા મનને મનાવી લેતો હતો કે કરવું જ નથી. મને મારા અવાજથી જ નફરત થઇ ગઈ હતી.

અજમતે વધુમાં જ્જને કહ્યું હતું કે, મેં ગત વર્ષ જ સલમાન અલીને જોયો હતો, ત્યારથી મને ફરી ઉમ્મીદ થઇ હતી કે મારે પણ કંઈક કરવું જોઈએ તેથી મેં પણ વિચાર્યું કે મારી પણ ખોવાયેલી પહેચાન મારે પાછી લાવવી જોઈએ તેથી ‘મૈં હવા હું કહા વતન મેરા’ ગઝલ ગાઈ હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.