વધુ એક પ્લેન ક્રેશ ! 67 મુસાફરો હતા સવાર- 40થી વધુનાં મોત- ખૌફનાક વીડિયો આવ્યો સામે

કઝાકિસ્તાનમાં ક્રેશ થયુ પ્લેન, 67 લોકો હતા સવાર- ભયાનક વીડિયો આવ્યો સામે

કઝાકિસ્તાનના અકાતુ શહેર પાસે એક પ્લેન ક્રેશ થયું છે. અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધીમાં 27 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે વિમાન અઝરબૈજાનની રાજધાની બાકુથી રશિયાના ચેચન્યામાં ગ્રોઝની શહેર જઈ રહ્યું હતું. પરંતુ ગ્રોઝનીમાં ધુમ્મસના કારણે તેનો રૂટ બદલવામાં આવ્યો હતો.

કઝાકિસ્તાનના આપાતકાલીન મંત્રાલય એ જણાવ્યુ કે પ્લેનમાં 62 યાત્રી અને ક્રૂ મેંબરના 5 લોકો સવાર હતા. જેમાંથી 27 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ પ્લેન અઝરબૈજાનથી રશિયા જઈ રહ્યું હતું અને કઝાકિસ્તાનના અકાતુ શહેર પાસે ક્રેશ થયું. તે અઝરબૈજાન એરલાઈન્સનું હતું. અઝરબૈજાન એરલાઈન્સે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઇટ નંબર J2-8243 વાળુ ‘એમ્બ્રેયર 190 વિમાન’ એ અઝરબૈજાનની રાજધાની બાકુથી ઉડાન ભરી હતી અને રશિયાના ચેચન્યાની રાજધાની ગ્રોઝનીમાં લેન્ડ થવાનું હતું. પરંતુ તેને કઝાક શહેર અકાતુથી લગભગ 3 કિલોમીટર (1.8 માઈલ) દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

જેમાં જોઈ શકાય છે કે વિમાન ઉડતી વખતે જમીન પર પડી ગયું, જમીન સાથે અથડાતાની સાથે જ તેમાં આગ લાગી અને ગાઢ કાળો ધુમાડો નીકળવા લાગ્યો. દુર્ઘટના પછી પ્લેન બે ટુકડામાં વહેંચાયેલું જોવા મળ્યુ. આ અકસ્માતમાં 25 લોકોનો આબાદ બચાવ થયો છે. જ્યારે 42 લોકોના મોત થયા છે.

Shah Jina