ખબર

મુકેશ અંબાણીને પણ પાછળ છોડીને દેશનો આ વ્યક્તિએ આપ્યું સૌથી વધારે દાન, રકમ સાંભળીને જ ચોંકી ઉઠશો

રોજ 22 કરોડ રૂપિયા દાન કરે છે, મુકેશ અંબાણીને પણ પછાડી દીધા, રસપ્રદ લેખ

દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી પોતાના સેવાકીય કાર્યો માટે પણ ઓળખાય છે. મુકેશ અંબાણી લાખો રૂપિયાનું દાન કરતા હોય છે, ત્યારે મુકેશ અંબાણીને પણ પાછળ છોડીને દેશના આ એક વ્યક્તિએ સૌથી વધુ દાન કરવામાં આગવું સ્થાન ધરાવ્યું છે.

Image Source

આ વ્યક્તિ છે વિપ્રો કંપનીના સંસ્થાપક અજીમ પ્રેમજી. જેમેણે દાનવીરની સૂચીમાં પહેલું સ્થાન મળેવી લીધું છે. પ્રેમજી એક દિવસમાં 22 કરોડ રૂપિયા અને એક વર્ષમાં 7904 કરોડ રૂપિયાનું દાન કરીને નાણાકીય વર્ષ 2020ના સૌથી મોટા દાનવીર ભારતીય બની ગયા છે.

Image Source

હૂરેન રિપોર્ટ ઇન્ડિયા અને એડેલગીવ ફાઉન્ડેશનના એક રિપોર્ટ પ્રમાણે પ્રેમજીએ એચસીએલ ટેક્નોલોજીઓના શિવ નાડરને પણ મોટા અંતરથી પાછળ મૂકી દીધા છે. જે આ પહેલા પરોપકારીયોના લિસ્ટમાં સૌથી ઉપર હતા. નાડર ચાલુ વર્ષે 2020માં 795 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જ્યારે આના પહેલા એક વર્ષમાં તેમને 826 કરોડ રૂપિયા પરોપકાર ઉપર ખર્ચ કર્યા હતા.

Image Source

પ્રેમજીએ આ પહેલા એટલેકે વર્ષ 2018-19માં માત્ર 426 કરોડ રૂપિયા જ દાનમાં ખર્ચ કર્યા હતા. પરંતુ આ વર્ષે તેમને બધા જ રેકોર્ડ તોડી નાખ્યા અને ભારતીય ઉદ્યમીઓ તરફ્થી કરવામાં આવેલા દાનને ચાલુ વર્ષ 2020માં 175 ટકા વધારો કર્યો અને 12,050 કરોડ રૂપિયા સુધી પહોંચવી દીધું.

Image Source

અજીમ પ્રેમજી એન્ડોમેન્ટ ફંડની પાસે વિપ્રોના પ્રમોટરમાં લગભગ 13.6 ટકા ભાગીદારી રાખે છે. સૌથી અમીર ભારતીય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમને મુકેશ અંબાણી દાનવીર ભારતીયોની સૂચીમાં ત્રીજા નંબર ઉપર છે. તેમને વર્ષ 2018-19માં 402 કરોડ રૂપિયા અને ચાલુ વર્ષ 2020માં પણ 402 કરોડ રૂપિયા પરોપકાર ઉપર ખર્ચ કર્યા છે.