શ્રદ્ધા હત્યાકાંડ જેવો વધુ એક કેસ ! યુવતિના આટલા બધા ટુકડા કરી લાશ કુવામાં ફેંકી, યુવકનું નામ જાણીને ચોંકી જશો

એક બાજુ જ્યાં શ્રદ્ધા હત્યાકાંડે બધાને હલાવીને રાખી દીધા છે, ત્યાં આ કેસ સામે આવ્યા બાદ કેટલાક બીજા પણ કેસો સામે આવ્યા. ત્યારે હાલમાં એક ખૌફનાક મામલો ફરી એકવાર સામે આવ્યો છે.યુપીના આજમગઢ જિલ્લામાંથી આ મામલો સામે આવ્યો છે. આજમગઢના અહરૌલા પોલિસ સ્ટેશન ક્ષેત્રના ગૌરીના પુરા ગામ પાસે રસ્તા કિનારે સ્થિત કુવામાં 5 ટુકડામાં લાશ મળી હતી. આ મામલે હવે પોલિસે ખુલાસો કર્યો છે. આ હ્રદય કંપાવી દે તેવી ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપીની પોલિસ મુઠભેડમાં ધરપકડ કરી લેવામાં આવી છે.

ગોળી વાગવાથી ઘાયલ આરોપીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સ્થિતિ સ્થિર જણાવવામાં આવી. પોલિસે મૃતકનું માથુ પણ જપ્ત કરી લીધુ છે, જેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યુ છે. યુવતિની લાશના કેટલાક ટુકડા કરી નૃશંસ હત્યાકાંડને અંજામ આપનાર મુખ્ય આરોપી પ્રિન્સ યાદવ નામનો યુવક નીકળ્યો. આ યુવકની બહેન સાથે મૃતકની મિત્રતા હતી. એટલું જ નહિ, બંનેનું એકબીજાના ઘરે આવવા-જવાનું પણ હતુ. મૃતક ભૈરવધામ જવા માટે પોતાના ઘરેથી નીકળી હતી અને પ્રિન્સના બાઇક પર બેસી ગઇ હતી.

15 નવેમ્બર મંગળવારના રોજ જિલ્લાના અહરૌલા પોલિસ સ્ટેશન ક્ષેત્રમાં તેની લાશ ગૌરીના પુરા ગામ સ્થિત કુવામાં 5 ટુકડામાં મળી હતી, જ્યારે માથુ ગાયબ હતુ. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે યુવતીની ઓળખ ઈશકપુરની રહેવાસી 22 વર્ષીય આરાધના પ્રજાપતિ તરીકે થઈ છે. ધરપકડ કરાયેલા આરોપી પ્રિન્સ યાદવે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે તેનો મૃતક સાથે 2 વર્ષથી સંબંધ હતો. પ્રિન્સ શારજાહમાં શિપ રિપેરિંગનું કામ કરતો હતો. શારજાહ જતા પહેલા આરોપી દિલ્હીમાં મીઠાઈ પેક કરતો હતો.

દિલ્હીમાં કોઈ કામ ન થતું જોઈને આરોપી જયપુરમાં દીવાલો પ્લાસ્ટર કરવાનું કામ કરતો હતો. 10માં નાપાસ થયેલા આરોપીને અભ્યાસમાં રસ નહોતો. જયપુર પછી શારજાહ ગયા અને પાણીના જહાજોનું સમારકામ શરૂ કર્યું. આરોપી બે વર્ષ પહેલા આરાધના પ્રજાપતિને મળ્યો હતો. આરોપીની બહેન મંજુ અને આરાધના એક જ વર્ગમાં ભણતી હતી. આ દરમિયાન આરાધના અને આરોપી પ્રિન્સ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ફેબ્રુઆરીમાં આરાધનાના લગ્ન આંબેડકર નગરમાં થયા હતા.

શારજાહમાં બેઠેલા પ્રિન્સને આ વાતની ખબર પડી, ત્યારે તે ત્યાંથી પરત ફર્યો અને મૃતક પર લગ્ન કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. પ્રિન્સે 29 ઓક્ટોબરથી હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પ્રિન્સને છોકરી મળવા આવી, તે તેને એક રેસ્ટોરન્ટમાં લઈ ગયો અને તેને ખવડાવ્યુ. આ પછી સાંજે તે તેને રાઇડ પર લઈ જવાના બહાને મામાના ગામમાં એક ખેતરમાં લઈ ગયો અને તેનું ગળું દબાવી હત્યા કરી નાખી. તે બાદ તેણે લાશના ટુકડા કરી નાખ્યા. તે ટુકડા પોલીથીનમાં ભરીને કૂવામાં ફેંકી દીધા.

ઘટનામાં વપરાયેલ હથિયાર પોલિસે કબ્જે કર્યુ છે. આ સમગ્ર ઘટનામાં સામેલ પ્રિન્સનો સાથી સર્વેશ યાદવ ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે. તેના પર 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટનામાં બીજા કેટલાક લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે, જેઓ ફરાર છે. આ કેસમાં ફરાર આરોપીઓને પકડવા માટે 5 ટીમો બનાવવામાં આવી છે. આ મામલે આરક્ષી ચાલક રાજેશ વર્માએ સરાહનીય ભૂમિકા નિભાવી, એ માટે એસપી અનુસારગ આર્યએ પાંચ હજાર રોકડ પુરસ્કાર આવી તેમને સમ્માનિત કર્યા.

Shah Jina